ઈડલી પોડી – ઈડલી ઢોસા સાથે ખવાતી આ કોરી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ બને છે……

ઈડલી પોડી

ઈડલી ઢોસા સાથે ખવાતી આ કોરી ચટણી ને ઈડલી પોડી અથવા મોલગા(મરચા) પોડી (કોરી ચટણી) કહે છે. આ કોરી ચટણી ને તલ ના તેલ સાથે મિક્સ કરી ઈડલી ઢોસા સાથે પીસરો, બીજી કોઈ ચટણી કે સાંભાર ની જરૂર નહી પડે.

શેકેલી દાળો માંથી બનતી કોરી ચટણી, માં બીજા કોઈ બહુ મસાલા પડતા નથી . તો પણ આ ચટણી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચટણી છે. આ કોરી ચટણી તમે ઉત્તપમ પર છાંટો અને ઉત્તપમ શેકો. ઉત્તપમ નો ટેસ્ટ જ બદલાય જાશે..

સામગ્રી ::

  • 1 વાડકો મગ ની પીળી દાળ,
  • 1 વાડકો અડદ ની દાળ,
  • 1/4 વાડકો ચણા ની દાળ,
  • 3 મોટી ચમચી સફેદ તલ,
  • 15 થી 17 લાલ સૂકા મરચાં,
  • મીઠું,
  • 1 નાની ચમચી આમચૂર પાવડર,
  • 1/2 ચમચી હળદર.

રીત ::

સૌ પ્રથમ આપણે બધી દાળ ને કોરી શેકવાની છે. આપણે સૌ પ્રથમ શેકીશું મગ ની દાળ. 1 વાડકો મગ ની દાળ એક જાડી કડાય માં ધીમી આંચ પર શેકો. દાળ ને વચ્ચે વચ્ચે હલાવતા જાઓ એટલે એકસરખી શેકાય.ત્યારબાદ શેકીશું અડદ ની દાળ . દાળ શેકતી વખતે તેલ કે કાંઈ પણ ઉમેરવાનું નથી. ધીમી આંચ પર શેકાયેલી દાળ ની સ્વાદ ઉત્તમ આવે. ઉતાવળ કરી ગેસ ફૂલ કરી શેકવું નહીં.ત્યારબાદ શેકો ચણા ની દાળ. આ દરેક દાળ અલગ જ શેકવી કેમ કે બધી દાળ નો શેકાવા નો સમય અલગ હોય છે. બધી દાળ હલકી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો..ત્યાર બાદ તલ અને લાલ મરચાં પણ શેકી લો. તલ અને લાલ મારચા જલ્દી શેકાય જશે. હવે બધી દાળ , તલ અને મરચા ને થોડા ઠંડા થવા દો.ઠરે એટલે મિક્સર માં ઉમેરો . સાથે મીઠું, આમચૂર અને હળદર ઉમેરો. હળદર થી કલર આકર્ષીત બનશે. દાણાદાર પિસો . સાવ ઝીણો ભૂકો કરતા થોડી દાણાદાર વધુ ટેસ્ટી લાગશે.પીસ્યા પછી ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો. જરૂર મુજબ ઈડલી , ઢોસા સાથે પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

error: Content is protected !!