Posted By Admin
એકવાર ટ્રાઈ કરો એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર ફોતરાવાળી મગ ની દાળ

મગ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મગમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. ખાસ કરી ને જોઈએ તો મગ ની દાળ વધારે ખાવા માં આવે છે. મગની દાળને ડાયેટ પ્લાન માં ઉપયોગ કરવાથી હાડકા મજબૂત બને છે અને સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો આજે આપણે મસાલેદાર અને સ્વાદિષ્ટ મગની દાળ બનાવવા માટે ની રેસિપિ જોઈએ. મગ ની દાળ બનાવવા માટે સૌપ્રથમ અમુક સામગ્રીઓ ની જરૂર પડશે જેનું લિસ્ટ નીચે મુજબ છે.

જરૂરી સામગ્રી

  • 1 બાઉલ – મગની દાળ(ફોંતરાવાળી)
  • 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
  • 8-10 લસણની કળી
  • 1 ટમેટું (સમારેલું)
  • 2 લીલા મરચાં
  • 1 ચમચી જીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી જીરા પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લિલી કોથમીર
  • સ્વાદનુસાર મીઠું
  • જરૂરિયાત મુજબ તેલ

બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં દાળને પાણી માં પલાળી ને બરાબર સાફ કરો. હવે મીડિયમ આંચ પર એક પ્રેશર કુકરમાં દાળ અને પાણી મેળવી ને હળદર અને મીઠું નાખી ને મિક્સ કરી લો. હવે કુકરને બંધ કરી દો અને 4 સીટી વાગે એટલે ગેસ બંધ કરો. ત્યાર પછી એક કઢાઇમાં તેલ ને ધીમા તાપે ગરમ કરી લો. તે પછી તેમા જીરૂ નાખો. હવે તેમા ડુંગળી, લસણ અને લીલા મરચા નાખીને સાંતળી લો. ત્યાર પછી તેમા ટમેટા નાખો. હવે તેમા હળદર, લાલ મરચું , જીરા પાઉડર નાખો. આ ગ્રેવીને બરાબર સાંતળી લો. જ્યારે આમાંથી તેલ અલગ થવા લાગે એટલે તેમા ઉકળેલી દાળ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમા સ્વાદાનુંસાર મીઠું, ગરમ મસાલો અને કોથીમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને આઠેક મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી દો. ચાલો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર ફોંતરા વાળી મગની દાળ. તેને રોટલી, પરોઠા કે રોટલા સાથે પીરસી શકો છો. જો તમે ભાત ખાવા ના શોખીન હોય તો તમે ભાત સાથે પણ લઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!