એક સમયે વડોદરામાં ભાડે રૂમ રાખીને રેહતા હતા, આજે મુંબઈમાં છે કરોડોનો બંગલો…

હલ્લો કેમ છો મિત્રો?? હું શું કવ પેલો હાર્દિક છે ને બવ હારું રમે હો ભઈ અલ્યા હાર્દિક પંડ્યાની વાત કરું છુ પેલો ક્રિકેટ રમે છે ને એ. આમ એને રમતો જોવા તો અમારા ગામમાં બધાય છોકરાઓ અમારા ઘરે આવી જાય(આખા ગામમાં એક જ ટીવી છે અમારે ત્યાં.) અલી હું શું કવ તને એની પૂરી વાત ખબર છ. હાલ હું તન જાણવું કેવી રીતે હાર્દિક આવડો ફેમસ બન્યો…

એનો જનમ ૯૩નો, સુરતમાં જ થ્યોતો એના માં-બાપ બહુ ગરીબ બચારા. એના પપ્પાને કઈક ફાઈનાન્સનું કામ હતું. અને એ કામ એના પપ્પા આપડું પેલું વડોદરા ખરુંને ત્યાં કરવા જતા હતા. ત્યારે આ આપડો હાર્દિક ૫ વરહનો અને તેનો ભાઈ કુણાલ ૭ વરહનો. ત્યાં એઓ ભાડાના નાના મકાનમાં રેહતાતા. અરે બચારાને કેટલીય રાતું ભૂખ્યું સુવું પડતું હતું. કોઈવાર તો ખાલી મેગી ખાઈનેય સુઈ જવું પડતું હતું.

 

આવી પરિસ્થિતિ હતી. આટલી ખરાબ સ્થિતિ હતી. એના પપ્પાને ક્રિકેટનો બહુ શોખ હતો અને એમણે એમના છોકરાઓ માં પણ તે શોખ જોયો અને બેવને ક્રિકેટની એકેડમી હોય ને ત્યાં ભરતી કરાવ્યા. હાર્દિકને પેલેથી જ ક્રિકેટ ગમતી માટે એણે પૂરું ધ્યાન ક્રિકેટમાં આપવા ૯માં પછી ભણવાનું છોડી દીધું અને ક્રિકેટ રમવા માંડ્યો. એની પાહે પોતાના બોલ-બેટ (ક્રિકેટ કીટ) નોહતા એટલે એ એના ભાઈબંધો પાંહેથી લઈને રમતો હતો. એના બધા દોસ્તારો આના લીધે એની મજાક ઉડાવતા હતા. પણ હાર્દિકે એ ધ્યાનમાં લેતો નહિ અને રમવામાં જ ધ્યાન આપતો.

આમને આમ એ આગળ આવતો ગયો અને બહુ મોટો ખેલાડી બની ગયો. તમને ખબર છે એક સમયે એને ભાડાની રૂમમાં રેહવું પડતું હતું અને આજે એની પાહે મુંબઈમાં પોતાનો મોટો બંગલો છે (બોલો મુંબઈમાં.)
હાર્દિકની પેહલી મેચ IPLમાં બેંગ્લોર વિરુદ્ધમાં હતી. એમાં એ ૧૮મી ઓવરમાં હરભજન હારે રમવા આવ્યો હતો અને પેલ્લા જ બોલે છક્કો માર્યો હતો અને બે બોલ પછી ફરી છક્કો માર્યો હતો અને એમાં એ મુંબઈ તરફથી રમતો હતો અને મુંબઈને એણે જીતાડ્યું હતું.

આપડી ભારતની ટીમમાં હાર્દિક એક એવો ખિલાડી છે જે બહુ પ્રેસર હોય ને તો પણ સારું રમી જાણે છે (રમતનું પ્રેસર હો ભઈ) કોલકાતા સામેય એને ૩૧ બોલમાં ૬૧ રન કર્યાતા. એકવાર તો પાકિસ્તાન સામે સલીંગ ૩ છક્કા માર્યાતા. આજે હાર્દિકને BCCIએ તેને પ્લેયરની C ગ્રેડ માં રાખેલ છે જેમાં તેને એક ટેસ્ટ મેચ રમવાના ૧૫ લાખ, એક દિવસની મેચના ૬ લાખ અને T-૨૦ના ૩ લાખ મળે છે. આજે હાર્દિક કેટલીય કંપનીઓનો બ્રાંડ એમ્બેસેડર છે અને કરોડોની કમાણી કરે છે.

એના આવા સારા પ્રદશન ને કારણે તેને પેહલી વાર શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા મળી એમાય એને ૩ છક્કા, ૫ ચોક્કા, મર્યા હતા અને પોતાની ડેબ્યું મેચમાં સલીંગ ૩ છક્કા મારનાર પેહલો ભારતીય ખેલાડીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેની રમવાની સ્ટાઇલ થી સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ પણ બહુ પ્રભાવિત થયા હતા અને તેઓની હાર્દિક પાસે બહુ બધી આશાઓ હતી જેને હાર્દિક આજ સુધી પૂરી કરી રહ્યો છે. આજે આપડા દેશના બધા લોકો નાના બાળકો સહીત તેને ઓળખે છે.

મિત્રો હવે હમજાણું કે હમેશા એકલું ભણવાથી કોઈ આગળ નથી આવતું. તમારા બાળકને શેમાં રસ છે તે જાણો અને પછી એને એમાં જ આગળ વધવાની પ્રેરણા આપો. જો આજે હાર્દિકના પિતાએ પોતાના દીકરાને ક્રિકેટમાં એકેડમીમાં ના મુક્યો હોત તો શું તમને લાગે છે કે આજે કોઈ હાર્દિક પંડ્યાને ઓળખતું હોત??

માટે હમેશા બાળકો પર એકલું ભણવાનું પ્રેસર ના કરો તેને જે પ્રવૃતિમાં રસ હોય એ પણ કરવા દો. અમારી આ પોસ્ટ તમારા મિત્રો સાથે શેર કરો કદાચ તમારા કે એમના ઘરમાં પણ કોઈ હાર્દિક મોટો થઇ રહ્યો હોય.

તમારું શું માનવું છે મિત્રો આ વિષય માં ?

સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

error: Content is protected !!