જો તમારી પાસે સમયનો અભાવ હોય તો, ઘરે બેઠા-બેઠા કરો આ રીતે કસરત અને યોગ

જો તમારી પાસે સમયનો અભાવ હોય તો, ઘરે બેઠા-બેઠા કરો આ રીતે કસરત અને યોગ

જો તમારી પાસે ટાઈમ નથી અથવા તો તમને એક્સરસાઈઝ કરવી બિલકુલ ગમતી નથી તો તમે દરરોજ ઘરે બેઠા કે ઓફિસમાં કસરત કરીને તમારા શરીરને સુડોળ અને નિરોગી રાખી શકો છો. આનાથી તમારા આખા શરીરનું વર્કઆઉટ થઈ જાય છે અને શરીર ફિટ અને હેલ્ધી રહે છે. તેમજ સમયના અભાવે જો તમે પણ કસરત માટે સમય ન કાઢી શકતા હોવ તો ચિંતા ન કરો. તમે ઘરનાં કામમાં જ કરસત કરી શકો છો. શરૂઆત એવા કામોથી કરો જેને તમે પોતે મશીન વગર કરો છો. તેમજ જો તમને લાગે છે કે તમારી 8 કલાકની જોબ તમને બીમાર કરી રહી છે તો પોતાની જાતને બ્લેમ કરવાની જગ્યાએ કંઈક ઉપાય કરવો. આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે મશીન વગર કસરત કરી શકો છો.

પથારી સરખી કરવી-જે લોકો સવારે ઉઠીને સૌથી પહેલાં પથારી સરખી કરે છે, તેમનો આખો દિવસ શરીર સારું અને એકદમ ફ્રેશ રહે છે. તેમજ તમારી પથારી વ્યવસ્થિત કરવામાં શારીરિક શ્રમ પણ થાય છે. તેમજ અવી માન્યતા છે કે. એકદમ સાફ અને વ્યસ્થિત બૅડ મનને પણ શાંતિ આપે છે.

વાસણ ધોવા-જ્યારે પણ વાસણ ધોવાની કે સાફ કરવાની વાત આવે ત્યારે મોટાભાગનાં લોકો મોં બગાડે છે. આપણને એંઠા વાસણ જાતે સાફ કરવા ગમતાં નથી. જો કે વાસણ સાફ કરવાથી બેચેની દૂર કરવામાં તમને 30 ટકા મદદ મળે છે. આ દરમિયાન તમે શાંત રહેવાનું અને શ્વાસ અંદર-બહાર કરવાની કસરત પણ કરી શકો છો. એટલું જ નહીં વાસણ ઘસવાથી તમે એક કલાકમાં 122થી 183 કેલરી બાળી શકો છો.

બાથરૂમ ધોવું-

બાથરૂમ સાફ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે. જ્યારે બાથરૂમની સફાઈ કરતા હોવ ત્યારે સ્ક્વોટ્સ કરો. આ સ્થિતિમાં ત્યાં સુધી રહો, જ્યાં સુધી તમારા સાથળમાં દુખાવો કે ખેંચ અનુભવાય. બાથરૂમને સ્વચ્છ રાખવાથી બીમારીઓ નથી ફેલાતી તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જાણો કેવી રીતે ઘરે કે ઓફિસમાં કરવા યોગ-

હૃદય સંબંધિત કસરત-

પીઠ અને ગરદનને ટટ્ટાર રાખીને ખુરશી પર આરામથી બેસો. શરીર, ચહેરો અને આંખોને રિલેક્સ રાખો. હવે ડાબા હાથને ખુરશીના હાથા પર રાખો અને જમણા હાથની હથેળીને કપ શેપમાં બનાવીને છાતીની ડાબી બાજુ હળવા હાથથી ફેરવો. આવું ઓછામાં ઓછું 50 વાર કરો. આ એક્ટિવિટીથી હાર્ટને મસાજ મળે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને હૃદય મજબૂત બને છે.

ગરદન માટેની કસરત-

ખુરશી પર આરામથી બેસો અને પગને એકસાથે જોડીને રાખો. હવે ડાબા હાથથી ખુરશીના હાથાને પકડીને સપોર્ટ લો અને લોઅર બેક, ગરદન અને જમણા હાથને ડાબી તરફ ઝુકાવો. થોડી વાર પછી જમણા હાથથી ખુરશીના હાથાને પકડો અને લોઅર બેક, ગરદન અને ડાબા હાથને જમણી તરફ ઝુકાવો. આ આસન કરતી વખતે આંખો ખુલ્લી રાખો અને ઓછામાં ઓછી 10 વખત આ રીતે કસરત કરવી.

પીઠની સમસ્યાને દૂર કરવા-

ખુરશી પર બેઠા-બેઠા ડાબા હાથને ઉપરની તરફ ઉઠાવો અને જમણા હાથને બન્ને પગ વચ્ચે મુકીને જમીનને ટચ કરો. આ પોઝિશનમાં 5 સેકન્ડ સુધી રહો. આ દરમિયાન તમારી ગરદન અને ચહેરો ઉપરની તરફ હોવો જોઈએ. આ આસનને બીજી બાજુથી પણ કરો. એટલે કે જમણો હાથ ઉપર અને ડાબો હાથ જમીનને ટચ થવો જોઈએ. આ આસનને બન્ને બાજુથી 10-10 વાર રિપીટ કરો. આનાથી લોઅર બેકને લગતી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે શરીરનું ફેટ ઓછું થાય છે અને પીઠને મજબૂતી મળે છે.

ફેફ્સાને સ્વસ્થ રાખવા માટે-

આપણે જ્યારે પણ શ્વાસ લઈએ છીએ ત્યારે 500 ક્યુબિક સેન્ટિમીટર હવા ફેફસામાં લઈએ છીએ. આ એક્ટિવિટીની મદદથી આપણે લગભગ 3000 ક્યુબિક સેન્ટિમીટર હવાને શ્વાસવાટે અંદર લઈ શકીએ છીએ। ખુરશી પર આરામથી બેસો અને છાતીને શક્ય હોય તેટલી ફુલાવો અને નાકના માધ્યમથી હવા અંદર ખેંચો અને થોડી વાર સુધી હોલ્ડ કરી રાખો. આ એક્ટિવિટી ઓછામાં ઓછી 10-15 વાર કરો. આ પ્રક્રિયા દરમિયાન આંખો બંધ રાખો અને અનુભવ કરો કે તમે સકારાત્મક ઉર્જા અંદર લઈ રહ્યા છો અને નકારાત્મક ઉર્જાને બહાર નીકાળી રહ્યા છો.

પેટને લગતી બીમારીને દૂર કરવા-

ખુરશી પર આરામથી બેસો અને ખુરશીના બન્ને હાથાને હાથથી પકડી લો. હવે તમારા પેટને શ્વાસ દ્વારા અંદર લેવામાં આવેલી હવાથી ધીરે-ધીરે ભરો અને પેટને બહારની તરફ ફુલાવો. છોડી વાર આવી પોઝિશનમાં રહો અને પછી ધીરે-ધીરે બહાર છોડીને પેટને શક્ય હોય તેટલું અંદર ખેંચો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો તમારા દરેક મિત્ર સાથે આ માહિતી અને દરરોજ આવી ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

error: Content is protected !!