દિવાળી પછી આવતાં દરેક ભક્તને પ્રસાદમાં સોનું – ચાંદી આપવામાં આવે છે. તો આ દિવાળી પછી તમારો શું પ્લાન છે…

પ્રસાદમાં સોનું અને ચાંદીના ઘરેણા

મહાલક્ષ્મીનું અદભુત મંદિર

ભારતમાં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. દરેક સંપ્રદાયના અલગ – અલગ નિયમો અને દરેક મંદિરોના અલગ – અલગ રીતી રીવાજો. ભારતના મંદિરોની વિશેષતાઓને કારણે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. તેમજ મંદિરોની બનાવે અને સજાવટ પણ બેહદ સુંદર હોય છે. પરંતુ આજ આપણે એક અદભુત મંદીરની વાત કરીએ. મંદિર અદભુત નથી, પરંતુ તેમાં આપવામાં આવતો પ્રસાદ અદભુત છે, તેને કારણે મંદિર પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરોમાં ભક્ત ભગવાનને પ્રાર્થના કરીને માનતાં કરવા વાળા ભક્તોને પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાં આપવામાં આવે છે.

મધ્ય પ્રદેશના રતલામનું મહાલક્ષ્મીનું મંદિરમાં પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાં આપવામાં આવે છે. આ મંદીરમાં પુરા વર્ષમાં ખુબ ભક્તગણો દર્શન માટે આવે છે. ધનતેરસ અને દિવાળીના સમયમાં મંદીરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવે છે જે જોઈએ ભક્તોની આંખો ખુલ્લી જ રહી જાય છે. અહીં આવતો ભક્ત ક્યારેય ખાલી હાથ નથી ફરતો. ભક્તોનો વિશ્વાસ છે કે, આ મંદીરમાં દરેકની ઈચ્છા પુરી થાય છે.

અહીં આવતાં લોકો ખૂબ સોનું ચડાવે છે, અને મહાલક્ષ્મીની મૂર્તિને શુંગાર કરે છે. દિવાળી પછી આવતાં દરેક ભક્તને પ્રસાદમાં સોનું – ચાંદી આપવામાં આવે છે. પ્રસાદ માટે બહુ દુર દુરથી ભક્તો આવે છે અને પ્રસાદમાં મળેલ સોનું – ચાંદીને માંના આશીર્વાદ સમજીને સાચવીને રાખવામાં આવે છે.

ભક્ત પોતાની શ્રધ્ધા દ્વારા સોના-ચાંદી અને રોકડા રૂપિયા ચઢાવે છે. ભક્તોને વિશ્વાસ છે કે, સોના-ચાંદી અને રોકડા ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, અને ધનની કોઈ કમી રહેતી નથી. ક્યારેક તો વિદેશી ચલણ પણ જોવા મળે છે. આ મંદીરમાં સીસીટીવી કેમેરાની સાથે પોલીસનો પણ પહેરો હોય છે.

લેખન : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ સવારમાં આવા અવનવા મંદિરોની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

error: Content is protected !!