બહુ હિંમત જોઈએ આ મંદિરમાં જવા માટે… થાઈલેન્ડમાં આવેલું છે આ મંદિર…

બહુ હિંમત જોઈએ આ મંદિરમાં જવા માટે

“નરકની ઓળખ આપતું વિશ્વનું એક મંદિર
નબળા મનના માણસોએ મુલાકાત લેવી નહીં”

નરક અને સ્વર્ગ વિષે આપણે બાળપણથી સાંભળતા આવ્ય છીએ. કોઈને ખ્યાલ છે નહીં કે નરક કે સ્વર્ગમાં શું હશે કે છે. લોકવાયકા પ્રમાણે કોઈનું કહેવું છે કે ત્યાં ગરમ ગરમ તેલની કડાઈમાં તરવામાં આવે છે, તો કોઈનું કહેવું છે કે ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. સાચું શું છે તે તો હરી જ જાણે. આપણા જેવા પામર મનુષ્ય શું જાણે સ્વર્ગ અને નરક વચ્ચે નો ભેદ. આપણે તો જે સાંભળતાં આવ્યાં છીએ તેજ જાણીએ. વિજ્ઞાનીઓ પણ આજ સુધી જાણી શક્યા નથી કે મર્યા પછી આત્મા ક્યાં જાય છે. તેના માટે પણ આ સવાલ એક કોયડારૂપ બની ગયો છે. શાસ્ત્રોમાં અને પુરાણોમાં પણ કોઈને કોઈ રીતે નરક અને સ્વર્ગનું વર્ણન કરવામાં આવેલ છે.

પરંતુ નરકનું સુંદર રજુઆત કરતું, રુંવાડા ઉભા થઈ જાય તેવી વ્યથાનું પીડા દાયક, બેહદ દર્દનાક દર્દથી પીડાતી, એવી પીડાને જોઈને વર્ણન કરવા માટે શબ્દો પણ ખૂટી પડે, મનુષ્યએ દેહરૂપી આવીને કરેલા દરેક ખોટા કર્મનો કોઈને કોઈ રીતે તો હિસાબ થતો જ હશે. શાસ્ત્ર મુજબ ચિત્રગુપ્ત માણસના પાપ – પુણ્યનો હિસાબ રાખે છે. પરંતુ આ બધું તો કાને સાંભળેલી વાતો છે. આજ થાઈલેન્ડના ચિઆંગ માઈ શહેરમાં આવેલ આ મંદિરનું નામ છે “વાટ માઈ કાઈટ નોઈ” જેને તમે સામાન્ય ભાષામાં નરકનું મંદિર કહી શકો છો. આ મંદીરની સ્થાપના એક બૌદ્ધ ભિક્ષુ દ્વારા કરવામાં આવેલ છે. તે પણ મુર્તિઓ દ્વારા વર્ણન જેને જોઈને કોઈપણ પથ્થર દિલ માણસ પણ પીગળી જાય.

મંદિરમાં મુકવામાં આવેલ મનુષ્યની મુર્તિઓ ઇલેક્ટ્રિક ટેકનોલોજી દ્વારા જે રીતે પીડા આપીને વર્ણવી રહી છે તેની સાથે હોરર સાઉન્ડસીસ્ટમ જે ખરેખર બહુ ભયાનક અને ડરાવણું સ્વરૂપ ઉભું કરે છે.

આ મંદીરમાં એક વાર પગ મુક્યા પછી કોઈ પણ ભુલથી પણ ખોટું કરવાની ઈચ્છા તો બહુ દુરની વાત છે વિચારસુધ્ધા પણ કરતાં ડરી જશે. કારણકે અલગ અલગ વ્યસન તેમજ દુર્વ્યવહાર અને મનુષ્યો દ્વારા કરવામાં આવેલ અલગ અલગ પાપોની સજાના જે દ્રશ્યના દર્શન કરાવ્યાં છે તે કાબીલે તારીફ છે. આમ પણ થાઈલેન્ડ તેની સુંદરતાને લીધે તો પ્રખ્યાત છે જ પરંતુ આ “નરકના મંદિરે” તેની ઓળખમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આટલું વાંચ્યા અને જોયા પછી કોઈપણ ખોટું કાર્ય કરતાં પહેલાં એક વાર તો જરૂર વિચાર કરશો જ.

લેખક : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ આવી અજાયબ વિશ્વની માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

error: Content is protected !!