રોજ ૧૦૦ રુપિયા બચાવીને અહિ કરો નિવેશ, ૧૫ વર્ષમા તમારુ બાળક બની જશે લાખોપતિ

જો તમે મોટી બચતની સાથે થોડીક બચત પર ધ્યાન દો તો પછી તમે ભવિષ્યમાં ફાઇનાન્સ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.  જો તમે દૈનિક ખર્ચથી શિસ્તબદ્ધ રીતે તમારા બાળકના નામે માત્ર ૧૦૦ રૂપિયાની બચાવો છો તો ફક્ત ૧૫ વર્ષમાં તેના માટે ૩૪ લાખ રૂપિયા તૈયાર કરી શકો છો. બચત જેટલી જલ્દી  પ્રારંભ કર છો ફાયદો તેટલો જ વધારે થશે.આમાં કામ આવશે મ્યુચ્યુઅલ ફંડની કેટલીક સારી યોજનાઓ.  ચાલો જાણીએ કે ૧૫ વર્ષમાં કેવી રીતે બનાવો ૩૪લાખ

image source

માર્કેટમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપસ્થિત છે. પરંતુ જો તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે વધુ સારું વળતર આપે છે. ઘણા એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેણે લોન્ચ થયા પછી અથવા છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષમાં ૨૦ ટકા અથવા તેનાથી વધારે વાર્ષિક વળતર આપ્યું છે, જો તમે થોડું જોખમ લેવાની ક્ષમતા રાખો છે,  તમારા માટે આ એક વધુ સારો વિકલ્પ છે.  રોકાણનું દૃષ્ટિકોણ લાંબી રાખીને બજારનું જોખમ પણ આવરી લેવામાં આવે છે.

image source

આ રીતે બનશે ૩૪ લાખનું ભંડોળ – તમારે તમારા  બાળકના નામે રોજના ૧૦૦ રૂપિયા અથવા મહિનામાં ૩૦૦૦ રૂપિયા એસ.આઇ.પી.(SIP) કરવું પડશે. આ રોકાણ ૧૫ વર્ષ સુધી રહવું પડશે. જો અહીં વર્ષના ૨૦ ટકા રીટર્ન મળે છે તો ૧૫ લાખ માં તમારું રોકાણ વધીને અંદાજે ૩૪ લાખ રૂપિયા થઈ જશે. ૧૫ વર્ષમાં તમે કુલ ૫.૪૦ લાખ રૂપિયાનું રોકાણ કરશો જે વધીને ૩૪ લાખ રૂપિયા થશે.  આનો અર્થ તમને કુલ ૨૮.૬૦ લાખ રૂપિયાની વધારાની કમાણી કરશો.

image source

નિષ્ણાતોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને થોડા થોડા રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો.  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું જોખમ થોડું ઓછું છે. મ્યુચ્યુઅલ ફંડ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં તમારા નાણાંની વિવિધ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે જુદા જુદા શેરો અને બોન્ડમાં તમારા પૈસા રોકવામાં આવે છે. આનો ફાયદો એ છે કે જો કોઈ એક કંપનીમાં રોકાયેલા પૈસા ડૂબી જાય છે તો પણ બાકીની જગ્યાથી મેળવેલો નફો તેને આવરી લેય છે.

image source

વધુ સારું વળતર આપતું ભંડોળ – કેટલીક મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ ૧૫ થી ૨૦ વર્ષમાં ૨૦ ટકાથી વધુ વળતર આપ્યું છે. સુંદરમ મિડકેપ ફંડ માં ૨૫.૬૪ %, આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડ ૧૮.૮૦%, ડીએસપી વર્લ્ડ ગોલ્ડ ફંડ ૨૦%, નિપ્પન ઇન્ડિયા યુએસ ઇક્વિટી તકો ભંડોળ લગભગ ૧૭% જેટલું વળતર આપ્યું છે.  (કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની માહિતી મેળવો)

error: Content is protected !!