દરરોજ માત્ર 167 રૂપિયા બચાવો, અને ટુંકસમયમાં જ બની શકો છો કરોડપતિ

દરેક વ્યક્તિને કરોડપતિ બનવાનું સપનું હોય છે. પરંતુ કરોડપતિ બનવું એટલું સરળ નથી. ખુબ જ ઓછા પગારદાર લોકો માટે આ કોઈ એક સ્વપ્નથી ઓછું નથી. પણ હવે તેનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. ઘણીવાર લોકો વિચારે છે કે ઓછા રોકાણથી લાંબા ગાળે તેટલો ફાયદો થશે નહીં.

image source

પરંતુ શું તમે જાણો છો કે દરરોજ તમે 167 રૂપિયાનું રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો? મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન- એસઆઈપી દ્વારા આ શક્ય છે. ચાલો જાણીએ કે આટલા ઓછા રોકાણથી કરોડપતિ બનવાનું સ્વપ્ન કેવી રીતે પૂર્ણ થઇ શકે?

image source

એસઆઈપીમાં લાંબા ગાળાના રોકાણની ભલામણ એટલે કરવામાં આવે છે કે જેથી રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો લાભ મળી શકે. જો કોઈ રોકાણકાર 15 થી 20 વર્ષ સુધી રોકાણ કરે છે તો પછી છેલ્લી ઘડીમાં રકમ વધારવાનો દર વધુ હોય છે.

image source

અને આ તેમને મોટું વળતર આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શરૂ કર્યા પછી, તે જરૂરી નથી કે તમે ફક્ત નિર્ધારિત સમય સુધી રોકાણ કરો. તમે ઇચ્છો ત્યારે આ રોકાણને અટકાવી શકો છો. આ કરવા માટે તમને કોઈ દંડ નહી થાય.

image source

આટલા વર્ષમાં તમે કરોડપતિ બની શકો છો: જો તમે દરરોજ 167 રૂપિયાની બચત કરો છો, તો તે મહિને 5000 રૂપિયા હશે. તમને દર મહિને 5000 રૂપિયાથી વધુ સારા મ્યુચ્યુઅલ ફંડ્સની યોજના માટે સિસ્ટમેટિક રોકાણ યોજના એટલે કે એસઆઈપી દ્વારા રોકાણ કરી શકો છો.

 

image source

જો તમારો પોર્ટફોલિયો તમને વાર્ષિક 12% ફીસદી આપે છે, તો તમે 28 વર્ષમાં 1.4 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. તે જ સમયે,તમે 30 વર્ષમાં 1.8 કરોડ અને 35 વર્ષમાં તમે 3.24 કરોડ રૂપિયાના માલિક બની શકો છો.

image source

તે મહત્વનું અને નોંધનીય છે કે તમારે તમારા રોકાણ પર નજર રાખવી જરૂરી છે. દર છ મહિના અથવા દર વર્ષે તમારે તેની તાપસ કરવી આવશ્યક છે. જો તમારા રોકાણોનું મૂલ્ય વધી રહ્યું છે તો કોઈ પ્રશ્ન નથી. જો તમે કોઈપણ કારણોસર સંતુષ્ટ ન હો, તો તમે તમારા રોકાણને આ કેટેગરીમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો.

error: Content is protected !!