Posted By Admin
માત્ર ૩૦ રૂપિયાની કોકોકોલાની આ બોટલ બદલાવી નાખશે તમારા બાઇકની શકલ

આજે દરેક લોકોને નવી અને ચમચમાતી મારતી બાઈક ચલાવવાનું ખૂબ જ પસંદ હોય છે. મોટેભાગે બાઈકર લોકો ખૂબ જ અવનવી અને ચમકદાર બાઈક ચલાવવાના શોખીન હોય છે, અને મોટાભાગના લોકો જ્યારે કોઇપણ બાઇક નવી લે છે. ત્યારે તેની બાઈક એકદમ શાઈનિંગવાળી હોય છે અને તેના ઉપર કોઇપણ જાતનો કાટ કે કોઈપણ જાતના ડાઘ પડેલા હોતા નથી.

પરંતુ ધીમે ધીમે સમય જતાં જતાં આ બાઈક ઉપર અનેક પ્રકારના ડાઘ-ધબ્બા ઓ લાગતાં જાય છે, અને તેના ઉપર ધીમેધીમે કાટ ના નાના-નાના ટપકાઓ થતાં જાય છે, અને અમુક સમય એવો આવી જાય છે કે તમારી બાઈક ધીમે ધીમે કટાવા લાગે છે, અને આમ થવાના કારણે લોકો પોતાની બાઇક ચલાવવાનો છોડી દેતા હોય છે. કેમ કે, કોઈ પણ વ્યક્તિને આવી જૂની બાઈક ચલાવી ગમતી નથી.

પરંતુ જો તમે પણ તમારી બાઇકને પહેલાં જેવી જ ચમકાવવા માગતા હોવ તો તમારે જરૂર છે આ ઉપાય કરવાની. ઘણા ખરા લોકો આ ઉપાયને અજમાવતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ માત્ર ૩૦ રૂપિયાની કોકોકોલાની બોટલ  દ્વારા કઈ રીતે તમે તમારી બાઇકને બનાવી શકો છો એકદમ નવી ચમકતી.

આ માટે એક એલ્યુમિનિયમ ફોઇલ ની અંદર ચમકતા ભાગની અંદર આ કોકાકોલા ને લઇ અને તેના દ્વારા તમારા બાઈકમાં જે જગ્યાએ કાટ લાગ્યો હોય તે જગ્યાએ તેને બરાબર ઘસવું પડશે. આમ કરવાથી માત્ર થોડાક સમયની અંદર તેમાં રહેલો કાટ દૂર થઈ જાય છે, અને તમારી બાઈક એકદમ ચમકદાર બની જાય છે.

જો તમે પણ તમારી જૂની અને કટાઈ ગયેલી બાઇકને રિસ્ટોર કરવા માગતા હોવ તો તેવા લોકો માટે આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે. કેમકે, આ ઉપાય કરવાના કારણે તમારા બાઈક ની અંદર ગમે તેવો કાટ લાગ્યો હશે તો તે પણ દૂર થઈ જાય છે. અને સાથે સાથે તમારી બાઈક એકદમ નવા જેવી જ બની જાય છે. કોકાકોલા ના આ ઉપાય બાદ તમારે સામાન્ય કપડાં દ્વારા તમારા બાઇકને લૂછી નાખવી આમ કરવાથી ત્યાં રહેલો કાટ દૂર થઈ જાય છે.

જો તમે પણ તમારી જૂની બાઇકને એકદમ નવી બાઇક જેવી જ ચમકાવવા માગતા હોવ તો જ્યારે તમે કોકાકોલા દ્વારા આ કાટને દૂર કરો છો ત્યારબાદ તમારી બાઇકને શેમ્પૂ વડે બરાબર સાફ કરી લો, અને જ્યારે તમારી બાઈક શેમ્પૂ દ્વારા બરાબર ધોવાઈ જાય ત્યારબાદ તેના ઉપર પોલીસે લગાવી લો. જેથી કરીને તેના ઉપર કોઈપણ જાતના પાણીની અસર થતી નથી, અને આથી તમારી બાઈક ઉપર કોઇપણ જાતનો કાટ લાગતો નથી અને તમારી બાઈક લાંબો સમય સુધી નવા જેવી ચમક મારતી થઈ જાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!