કોરોના સામે લડવા માટે અપનાવો આ આયુર્વેદિક ઔષધ, જે વધારે છે તમારી ‘રોગપ્રતિકારક શક્તિ’

હાલ માં કોરોનાથી બચવા માટે સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે ખોરાકમાં એવી વસ્તુનો ઉપયોગ વધારે માં વધારે માત્રા માં કરવો જેનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય. આજે અમે એક એવી આયુર્વેદિક વસ્તુ વિશે જણાવીશું જે ગુણો થી ભરપુર છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ મહત્વ પૂર્ણ છે. જે વસ્તુ ની વાત અમે કરી રહ્યા છીએ એ છે ‘આદુ’.

Ayurvedic Recipe for Ginger Elixir | Ayurvalley Healthcare

image source

આપણા દેશમાં આદુ દરેક જગ્યાએ થાય છે. બટાટાની માફક આદું પણ કંદમૂળ છે. જેથી તેનાં બીજ હોતાં નથી. તેનો છોડ એક હાથ સુધીની ઊંચાઈનો થાય એટલે મૂળ પથરાવા લાગે છે, તેને જ આદું કહે છે. આદું સ્વાદમાં તીખું હોય છે અને પચ્યા બાદ મધુરતા પકડે છે. આદું ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, હૃદય અને કંઠ માટે હિતકારી, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, કબજિયાત દૂર કરનાર છે. તે કફ અને વાયુના વિકારો, ઉધરસ, દમ, આફરો, ઊલટીનો નાશ કરનાર છે. તેમજ આપણા શરીર માટે હિતકારી છે.

image source

૧. કેટલાંક લોકોને બારેય માસ ભારે શરદી-સળેખમની ફરિયાદ રહે છે. ભારે શરદી-સળેખમ જેને અવારનવાર થતા હોય તેણે આદું, તજ, ઈલાયચી અને ખડી સાકરના ઉકાળાનો પ્રયોગ કરવો હિતાવહ ગણાય છે. આ ઉકાળાનો પ્રયગો સવારે કરવાથી દર્દીને ઘણી રાહત પહોંચે છે.

૨. કોઈ પણ રોગ સામે પ્રતિકાર કરવા માટે અને સાથે જો સાધારણ ઠંડી અને કફના કારણે ઉધરસ આવતી હોય તો ૧૦થી ૨૦ ટીપાં આદુંના રસમાં એટલું જ મધ મેળવી દિવસમાં ૪થી ૬ વાર ચટાડવાથી ઘણો જ ફાયદો થાય છે. આમ કરવાથી કફના કારણે આવતી ઉધરસમાં પણ રાહત મળી શકે છે.

COVID-19: Immunity boosters you can make at home - The Hindu

image source

૩. રોગપ્રતિકારક શક્તિ અને શ્વાસ-દમના દર્દીઓ માટે આદુંને અક્સીર ઈલાજ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સામાન્ય માણસે તેમજ શ્વાસ-દમના દર્દીએ આદુંનો રસ, નાગરવેલનાં પાનનો રસ અને તુલસીનાં પાનનો રસ એક-એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પ્રયોગ કરવો. કેટલાક દર્દીઓને ઋુતુ બદલાતા દમની દશા પણ બદલાતી રહેતી હોય છે. ઉપર બતાવેલી રીત પ્રમાણે પ્રયોગ કરવામાં આવે તો ઋુતુ બદલાતા તેનાથી કોઈ પણ દર્દીને ઋતુના દમમાં ફાયદો થાય છે.

image source

૪. આદુંમાંથી આર્દ્રકાવલેહ બનાવવામાં આવે છે. આ આર્દ્રકાવલેહ શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ અવલેહનો ૫થી ૧૦ ગ્રામ રોજ પ્રયોગ કરવાથી શ્વાસ, દમ, ઉધરસ, મંદાગ્નિ અને ભોજન પરની અરુચિ દૂર થાય છે. જેવી રીતે આપણે ચા બનાવીએ છીએ એવી જ રીતે ચા બનાવતી વખતે પણ આદુંના ટુકડાની સાથે દૂધ અને ખાંડ નાંખીને ચા બનાવીએ તો તેનાથી ફાયદો થઈ શકે છે. આ આદુંની ચા શરીરને ફાયદો પહોંચાડી શકે છે. આદુંની ચા પીવાથી જેને કફ, ઉધરસ, શરદી, કમર અને છાતીનો દુખાવાની તકલીફ રહેતી હોય તે આ ઉપાયથી મટે છે.

image source

૫. કેટલાંક લોકોને અરુચિ અને મંદાગ્નિની તકલીફ રહેતી હોય છે. જે લોકોને આ તકલીફ રહેતી હોય એવા લોકોએ આદુંનો રસ ૫ ગ્રામ, લીંબુનો રસ ૩ ગ્રામ, શેકેલું જીરું અને સિંધવ ૧-૧ ગ્રામ, મુનક્કા દ્રાક્ષ ૫ નંગ, નાની એલચીના ૮થી ૧૦ દાણા મેળવી, ચટણીસમાન બનાવવું. આ રીતે ચટણી બનાવી દરરોજ એકવાર સેવન કરવાથી અરુચિ અને મંદાગ્નિ દૂર થાય છે.

error: Content is protected !!