Posted By Admin
આદું વાળી ચા પીતા હોય તો જરૂર વાંચો, ક્યાંક તમે ઝેર તો નથી પીતા ને??

નમસ્તે દોસ્તો, હંમેશા અમારી એ જ કોશિશ રહેશે કે તમને સારી અને સાચી જાણકારી મળી શકે. જો તમે પણ આદુ વાળી ચા પીતા હોય તો એના વિશે જાણીને આદુ વાળી ચા પીવાનું તમે પણ ભૂલી જશો, તો આપણે જાણીએ આદુ વાળી ચા વિશે.

આદુ વાળી ચા ઘણા લોકોને પસંદ હોય છે. આદુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આદુનો ઉપયોગ ઘણા પ્રકારના શાકભાજીમાં પણ કરવામાં આવે છે. આજે અમે તમને એવી જાણકારી વિશે બતાવીશું જેનાથી તમે આદુ વાળી ચા પીવાનું ભૂલી જશો.

એક સમાચાર મુજબ દેશની સૌથી મોટી આઝાદપુર મંડી ની આસ પાસ ૬ આદુના ગોડાઉન પર દિલ્લી પ્રશાસને લગભગ ૪૫૦ લીટર તેજાબ પકડ્યો હતો. આ તેજાબથી આદુને ચમકાવવાનું કામ થઇ રહ્યું હતું.

મંડીમાંથી મળેલ તેજાબમાં ગંદા અને ખરાબ આદુને ચમકાવવા નું કામ કરવામાં આવતું હતું. એક લીટર તેજાબથી લગભગ ૪૦૦ કિલો આદુ ધોઈને ચમકાવવામાં આવે છે. આ આદુ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

જો તમે પણ આદુ વાળી ચા પીવો છો તો ધ્યાન રાખવું. આદુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ જો આવા તેજાબ વાળું આદુ હોય તો ક્યારેય આદુનું સેવન ન કરવું જોઈએ.

error: Content is protected !!