Posted By Admin
અમેરિકામાં લાખો ની સેલેરી છોડીને આ મહિલા બની ગામની સરપંચ બદલાવી નાખી ૫ ગામની સકલ

આજે કોઈ પણ યુવાન વ્યક્તિને પૂછવામાં આવે કે તુ ભવિષ્યમાં શું કરવા ઈચ્છે છે કે તરત જ તેના મોઢામાંથી એક જવાબ નીકળે છે, કે તે ભવિષ્યમાં વિદેશમાં જઇને ત્યાં સેટલ થવા માંગે છે, અને ત્યાં અઢળક પૈસા કમાવવા માંગતા હોય છે. પરંતુ ભારત દેશની અંદર ઘણા બધા એવા યુવાનો પણ છે કે જે વિદેશની અંદર મળતા આવા લાખો રૂપિયાની ઠોકર મળી અને પોતાના દેશની અંદર જ રહે છે, અને પોતાના દેશની બનતી તેટલી મદદ કરી અને તેની સેવા કરતા હોય છે, અને આવી જ ઘટના બની છે ભારત દેશની અંદર એક મહિલા સાથે.

ભોપાલ જીલ્લાની અંદર રહેતી ભક્તિ શર્માએ રાજનીતિમાં પોતાનું એમ એ પૂર્ણ કર્યુ હતું, અને ત્યારબાદ તે આગળની ભણતર ભણવા માટે અને નોકરી કરવા માટે વિદેશમાં જતી રહી હતી. પરંતુ જ્યારે તે વિદેશમાં ગઈ ત્યારે તેને પોતાના સ્વદેશની ખૂબ જ યાદ આવતી હતી, અને સાથે સાથે પોતાના મનની અંદર એવો વિચાર આવતો હતો કે તે પોતાના દેશ માટે કંઈક કરવા માગે છે, અને આથી જ તેણે વિદેશની અંદર મળતી લાખો રૂપિયાની સેલેરી ને તરછોડી અને ભારત દેશમાં પાછી આવી ગઈ.

ત્યારબાદ તેણે ભોપાલ ની અંદર આવેલા પાંચ ગામને દત્તક લીધા અને ત્યારબાદ તેના સરપંચની ચૂંટણીમાં ઊભી રહી, અને આ ચૂંટણી જીતી. ત્યારબાદ તેણે આ ગામની અંદર એટલા સેવાના કાર્યો કર્યા અને ગામની અંદર એટલા પ્રગતિ ના કામો કર્યા કે આજે દરેક લોકો તેના ફેન બની ગયા છે. એટલું જ નહિ પરંતુ હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક યાદી ની અંદર ભારત ના 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં પણ તેનું નામ સામેલ થયું છે.

એટલું જ નહિ પરંતુ ભક્તિ શર્માએ રાજનીતિ એની અંદર મોટા મોટા નેતાઓ સાથે પણ પોતાની સારી ઓળખાણ બનાવેલી છે, અને સાથે સાથે અનેક રાજનેતાઓ તેને પર્સનલી ઓળખે છે. આથી જ પોતાની આગના કારણે પોતાના ગામના લોકોની દરેક સમસ્યાઓનું તેણે હલ કર્યું છે. ભક્તિ શર્મા સરપંચ બન્યા બાદ તેના આ પાંચ ગામના અંદાજે સો કરતાં પણ વધુ રીટાયર્ડ કર્મચારીઓને પેન્સન મળવાનું શરૂ થઈ.

આ ઉપરાંત આવા તો અનેક એવા કાર્યો છે કે જે ભક્તિ શર્મા દ્વારા આ પાંચ ગામની અંદર કરવામાં આવ્યા છે. અને આથી જ તેનું નામ ભારતના સૌ પ્રભાવશાળી વ્યક્તિઓની અંદર આવ્યું છે. પોતાના ઇન્ટરવ્યૂ ની અંદર ભક્તિ શર્માએ કહ્યું હતું કે હકીકતમાં તે અમેરિકાની અંદર લાખો રૂપિયાની જોબ કરતી હતી. પરંતુ પોતાના દેશભક્તિ ના કારણે તે ભારત દેશ પાછી આવી અને તેણે ભારત દેશની પૂરતી સેવા પણ કરી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!