Posted By Admin
અમૃતસર રેલ્વે દુર્ઘટના: રેલ્વે રાજ્યમંત્રીએ કહ્યું ટ્રેન પાઈલટની ભૂલ નથી, કોઈ તપાસ નહીં કરીએ, જાણો એના વિશે.

રેલ્વે મંત્રીએ ટ્રેસપાસિંગની ઘટના ગણાવી સીઆરએસ તપાસથી પણ ઈનકાર કરાવી દીધો. પંજાબના અમૃતસર રાજ્યમાં રાવણદહન દરમિયાન સર્જાયેલી ખુબ જ મોટી દુર્ઘટનામાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. 150 થી વધુને ઈજા થઇ હતી. તેમાં ઘણા લોકો અપંગ પણ થઇ ગયા છે પણ દુર્ઘટનાના 48 કલાક થઈ જવા છતાં આ દુર્ઘટનાની જવાબદારી નક્કી થઇ શક્તિ નથી.

પંજાબની સરકારે આ ઘટનાને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દીધા છે. 28 દિવસમાં રિપોર્ટ રજૂ થઇ જશે એવી વાત કરી છે. જ્યારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ બિનઈરાદાપૂર્વક હત્યા અને દુર્ઘટનાની કલમ હાથ ધરી છે. બીજી બાજુ રેલવે મંત્રીએ કહ્યું કે લોકોને કચડનારી ટ્રેનના પાઈલટ પર તે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે.

રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું કે આ ઘટનામાં ડ્રાઈવરની કોઈ ભૂલ ન હતી. રેલવેના સ્થાનિક તંત્રને પણ આ આયોજનની કોઈ માહિતીની ખબર ન હતી. સાથે જ ટ્રેસપાસિંગની બાબત ગણાવીને સીઆરએસ તપાસ અંગે ઈનકાર કરી દીધો છે. ટ્રેસપાસિંગ એટલે કે રેલવેના ક્ષેત્રમાં કે સંપત્તિમાં મંજૂરી વિના પ્રવેશ કરવો. એવા મામલે સીઆરએસ તપાસ કરાવાતી નથી.

 

સ્મશાન માં લાકડાંની વ્યવસ્થા ન કરી

આ તસ્વીર શિવપુરીના દુર્ગયાના સ્મશાન ઘાટની છે. અહીં સવારથી લઇને સાંજ સુધી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સામૂહિક અંતિમ સંસ્કાર કર્યા હતા. 30 કરતા વધુ લોકોની ચિતાઓ સળગાવવામાં આવી. તંત્રએ લાકડાંની પર્યાપ્ત વ્યવસ્થા ન કરી, એટલા માટે લોકોએ રોષ ઠાલવ્યો હતો.

 

આ સ્થળ પરથી 37 ટ્રેન ચાલી ન શકી, હજારો યાત્રી અટવાયા

આવી દુખદ ઘટનાને કારણે આજ સવારથી ટ્રેનો ચાલી રહી નથી. 30 કરતા વધુ ટ્રેનો રદ કરવી પડી હતી. આ કારણે ઘણા યાત્રીઓ અટવાયા હતા. અમૃતસર સહિત બીજા અનેક શહેરોમાં યાત્રીઓ હેરાન થઈ રહ્યાં છે.

 

ભલે 500 ટ્રેન પસાર થાય, લોકોને કોઈ ફિકર નથી

અમૃતસરની ઘટના વિશે એક વીડિયો આવ્યો છે. રેલ્વે મંત્રી નવજોત સિદ્ધુની પત્ની ડો. નવજોત કૌરના એક ટેકેદારે જ લોકોને ટ્રેક પર ઊભા રહેવા ઉશ્કેર્યા હતા. મંચ પરથી એમણે કહ્યું કે મેડમજી આ જુઓ. આપણને કોઈ ફિકર નથી. ભલે 500 ટ્રેન પસાર થઈ જાય. આ સાંભળી નવજોત કૌર ખળખળાટ હસી પડી હતી. પછી ભાષણ આપ્યું હતું. તે સમયે રેલવે લાઈન પર 5000 કરતા પણ વધુ લોકો હતા.

error: Content is protected !!