સુશાંત સિંહના મૃત્યુ બાદ ચાલુ રહ્યો છે આત્મહત્યાનો દોર, આ અભિનેત્રીએ કરી આત્મહત્યા

૨૦૨૦ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારું વર્ષ બની નથી રહ્યું. આ વર્ષે ઘણા જાણીતા લોકોએ તેમના જીવનનો અંત કર્યો.ગઈ કાલે જ્યાંરે સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આ સાથે  અહેવાલો પણ મળી રહ્યા છે કે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અનુપમા પાઠકે પણ આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર અનુપમાએ મુંબઈના દહિસરમાં તેના ફ્લેટમાં પોતાની જાતને લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

image source

જાણકારી માટે જણાવીએ કે અનુપમાએ આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા ફેસબુક પર લાઈવ આવી હતી. અહીં તેમના પ્રશંસકો સાથે વાત કરતી વખતે તેમણે તેમના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે અંગત જીવનમાં તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેણે ફેસબુકના માધ્યમથી પોતાનું હૃદય દર્દ જણાવ્યું હતું.

image source

બનાવ્યો લાઇવ વિડિઓ :  ફેસબુક લાઇવ વીડિયોમાં અનુપમાએ કહ્યું હતું કે, “જ્યારે કોઈની હત્યા થાય છે ત્યારે લોકો ઘણી બધી વાતો કરે છે કે જો તેણીએ કહ્યું હોત તો કંઈક ઉપાય કરવામાં આવ્યો હોત. પરંતુ આ બધી કહેવાની વાતો છે. કોઈની કોઈ સમસ્યાઓ દૂર કરતું નથી. તમે પણ અજમાવી શકો છો. જો તમે કોઈ પર વિશ્વાસ કરીને તેને તમારી સમસ્યા જણાવી શકો છો અને કહેશો કે તમે તમારા જીવનનો ત્યાગ કરવા વિશે વિચારી રહ્યા છો, તો તે તમારો કેટલો સારો મિત્ર કેમ ન હોય તમારાથી દૂર રહેવા લાગશે. કારણ કોઈ પણ નથી ઈચ્છતું કે મૃત્યુ પછી તે તમારા કારણથી કોઈ મુશ્કેલીમાં પડવા નથી માંગતું.

image source

અભિનેત્રીએ લાઇવ વીડિયોમાં તેવી ઘણી વાત કહી, તેનાથી જાણી શકાય છે કે તે તેના મિત્રોથી ખૂબ નિરાશ હતો. અનુપમાની ફેસબુક વોલ પ્રોફાઇવ જોઈને ખબર પડે છે કે તે લાંબા સમયથી પીડાઈ રહી હતી. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડ પછી અનુપમાએ એક લાંબી પોસ્ટ મૂકી હતી. તેણે સુશાંતને ન્યાય મળે તેવી માંગ સાથે મુંબઈ પોલીસ સાથે બોલીવુડ પર પણ સવાલ કર્યા હતા. આ પછી, ૧૮ જૂને, અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી, જેમાં તેની માનસિક સ્થિતિ ને બતાવી હતી. મળતી માહિતી અનુસાર અનુપમા ૧ ઓગસ્ટે રાતે ૧૨ વાગ્યે ફેસબુક પર લાઇવ આવી હતી અને તેના બીજા દિવસે એટલે કે ૨ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી.

image source

મુકી સુસાઇડ નોટ : મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુપમાએ એક સુસાઇડ નોટ પણ પાછળ છોડની ગઇ હતી. આ નોટમા , તેમણે ૨ કારણોનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે તેમને આ પગલું ભરવું પડ્યું. અનુપમાએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મેં એક મિત્રની વિનંતી પર મલાડની વિઝડમ પ્રોડ્યુસર કંપનીમાં ૧૦ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ મારા પૈસા ડિસેમ્બર ૨૦૧૯ માં પાછા આપવાના હતા. પરંતુ કંપની મારા પૈસા પરત કરવામાં આનાકાની કરે છે. ”

image source

પોતાના સ્યુસાઇડ નોટમાં અનુપમાએ મનીષ ઝા નામના વ્યક્તિનું નામ પણ રાખ્યું છે. અનુપમાએ છેલ્લે રાત્રે ૧૨ વાગ્યે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. બરાબર ૧૨ વાગ્યે તેમણે ‘બાય બાય અને ગુડ નાઇટ’ લખ્યું હતુ. અનુપમાના આ રીતે જવાથી સમગ્ર ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે અનુપમા પાઠક ફક્ત ૪૦ વર્ષની હતી.

error: Content is protected !!