કોવિડ -૧૯ : બાળકોમાં જોવા મળે આ ૫ લક્ષણો તો હોઇ શકે છે, કોરોના શિકાર, આવી રીતે કરો ઓળખ

વૈશ્વિક રોગચાળો બનીને ઉભરેલા કોરોના વાયરસનો વધારો સતત ભારત માં વધી જ રહ્યો છે. વર્લ્ડ મીટર મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧ લાખ પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં ૪૨,૫૭૮ લોકોનાં મોતનું કારણ આ વાઇરસ બની ગયો છે. જો કે આ સક્રિય કેસમાંથી સાડા ૬ લાખ સાડા ૧૬ હજાર ની નજીક છે. આ કોરોના સમયગાળામાં એક છીંક પણ લોકો માટે ગડબડી બની છે. વડીલોની પ્રતિકારકક્ષમતા હજી સારી હોય છે, પરંતુ બાળકોનું સ્વસ્થ્યની કાળજી માતાપિતાએ વધારે રાખવી પડશે. અત્યાર સુધીના અભ્યાસમાં કોરોના વાયરસનું  એક ટો-ઇમ્યુન રોગ વર્ણવવામાં આવ્યું છે. એવા માં નાના બાળકો વિશે ચિંતા કરવી અનિવાર્ય છે, તેથી જો તમને આ લક્ષણો દેખાય તો તમારે સાવધ રહેવાની જરૂર છે.

image source
  • વહેતું નાક અથવા છાતીમાં ભીડ: બાળકોમાં નાક વહેતું અથવા છાતીમાં કફ જમા થવાના ઘણા કારણો હોય શકે છે. પરંતુ કોરોનાના આ સમયમાં આ સમસ્યાઓની અવગણના કરવી જીવલેણ બની શકે છે. જો બાળકોમાં આ સમસ્યા દેખાય છે તો તરત જ ડોક્ટરની સલાહ લો.
  • શ્વાસ લેવામાં તકલીફ એ કોવિડ -૧૯ ના  સામાન્ય લક્ષણોમાંનું એક છે શ્વાસની લેવામાં તકલીફ.   આ વાયરસથી સંક્રમિત દર્દીઓના ફેફસાંમાં લાળ એકઠા થાય છે જે ગંભીર સ્થિતિ હોય તો શ્વસન સમસ્યાઓ પેદા થઈ શકે છે. એવા માં જરૂરી છે કે તમે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શ્વસન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ થવાથી ડોક્ટરનો સંપર્ક કરવો.
  • તાવ જો બાળકોના શરીરનું તાપમાન સતત વધારે ગરમ રહે તો તે ચિંતાનો વિષય બની શકે છે. જો કે, હવામાનમાં પરિવર્તન એ તાવનું કારણ પણ હોઈ શકે છે. પરંતુ જો  બાળકો માં તાવની સાથે ઉપરોક્ત લક્ષણ પણ દેખાય છે તો સાવચેત રહો અને નિષ્ણાતોની સલાહ મુજબ કાર્ય કરો.

image source
  • ઉલટી અથવા ચક્કર આવવા વિવિધ લોકોમાં આ વાયરસના વિવિધ લક્ષણો જોવા મળી રહ્યાં છે. સંશોધનકારોના મુજબ આવું એટલાં માટે થઈ રહ્યું છે કે દરેક વ્યક્તિની પ્રતિકારકક્ષમતા જુદી હોય છે. કોવિડ -૧૯ થી સંક્રમિત બાળકો ને ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને ચક્કરની પણ ફરિયાદ થઈ શકે છે.
  • ઠંડી લાગવી અને શરીરનો દુખાવો જો બાળકોને સામાન્ય થી અતિશય ઠંડી લાગવા લાગે જેના કારણે શરીર કંપવા લાગે છે તો તે કોરોના વાયરસનું લક્ષણ હોઈ શકે છે. આ ઉપરાંત, શરીરમાં તીવ્ર પીડા પણ આ ખતરનાક વાયરસની તરફ ધ્યાન દોરે છે.

error: Content is protected !!