Posted By Admin
આજે જ બનાવો બટાકાની એક નવી અને યુનિક વેરાઈટી ‘ભરવા આલું’

બટાકાનું શાક તો દરેક ઘરમાં બનતું હોય છે. પરંતુ આખા બટાકાનું શક ઓછા લોકો બનાવતા હોય છે તો ચાલો આજે બનાવીએ આખા બટાકા એટલે કે ભરવા આલું ની રેસીપી. જે ખુબજ સરળ અને સ્વાદિષ્ટ છે.

જરૂરી સામગ્રી:

  • બટાકા
  • પનીર
  • મરી પાવડર
  • કાજુ
  • મેંદો
  • ટામેટા
  • આદુ
  • લીલા મરચા
  • ક્રીમ
  • લીલા ધાણા
  • તેલ
  • જીરું
  • હિંગ
  • હળદર
  • ધાણા જીરું
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો

બનાવવાની રીત:

  1. બાફેલા બટાકાને ફોલીને બે ભાગમાં કાપી લેવા. પિલર ની મદદ થી બટાકા ખોલીને તેણી અંદર મસાલો ભરી શકાય એવું હોલ કરો. અને તેણી અંદરની કાઢેલા ગર ને એક પ્લેટ માં કાઢી લેવો.

 સ્ટફિંગ બનાવીને તૈયાર કરવું:

  • સ્ટફિંગ માટે પનીર ખમણી લેવું, પછી તેમાં મરી, મીઠું, લીલા ધાણા અને કાજુ ના નાના નાના ટુકડા કાપીને નાખવા અને મિક્સ કરવું.
  • હવે એક બટાકું લેવું અને ચમચીની મદદ થી ખોખલા કરેલા બટાકામાં સ્ટફિંગ ભરવું. અને આવી રીતે બધાજ બટાકા ભરીને તૈયાર કરો.
  • ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવું અને ત્યાં સુધીમાં મેંદાની ઘાટી પેસ્ટ તૈયાર કરી લેવી.
  • તેલ ગરમ થઇ જાય એટલે સ્ટફિંગ કરેલા બટાકાને મેંદાના ઘોળમાં ડુબાડીને ગરમ તેલ માં નાખવા. અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. આવી રીતે બધાજ બટાકા તળી લેવા અને એક પ્લેટ માં કાઢી લેવા.
  • હવે એક બીજી કડાઈ લેવી તેમાં થોડું તેલ નાખી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. જીરું સેકાઈ જાય એટલે હિંગ, હળદર, ધાણાજીરું નાખી ધીમા તાપે હલાવો.
  • ત્યાર બાદ તેમાં ટામેટા, આદુ, લીલા મરચા અને લાલ મરચું નાખી એકધારું હલાવતા સાંતળો.
  • મસાલા બરાબર ચડી જાય એટલે તેમાં ક્રીમ નાખો અને હલાવતા રહો, અને ગ્રેવી માં ઉભરો આવે એટલે તેમાં થોડું પાણી ઉમેરો.
  • પછી તેમાં ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા નાખવા અને ઢાંકીને ધીમા તાપે ૪-૫ મિનીટ સુધી ચડવા દેવું.
  • ગ્રેવી ઘટ્ટ બની જાય એટલે તેમાં સ્ટફિંગ કરેલા બટાકા નાખવા અને મિક્સ કરી લેવું. તો તૈયાર છે ભરવા આલું.
  1. તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગરમ રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરો.

error: Content is protected !!