Posted By Admin
બિહારની આ છોકરીએ કર્યો એવો આવિષ્કાર કે જે જોઈને એન્જિનિયરો પણ રહી ગયા દંગ

કહેવાય છે કે જરૂરિયાત જ નવા નવા આવિષ્કારને જન્મ આપે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે બિહારને અંદર હાલમાં દારૂબંધીને લઈને ખૂબ જ અફડાંતફડી મચી રહી છે, અને દારૂબંધી માટે નીતિ સરકારે અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. આ સમય દરમિયાન જ બિહારની એક વિદ્યાર્થીની એક એવો કારનામુ કરી બતાવ્યુ છે કે જે જોઈને ખરેખર લોકો દંગ રહી જાય તેમ છે.

બિહારની આ છાત્રાએ દારૂડિયાઓ માટે જેવું મશીન બનાવી નાખ્યુંકે જે જોઈને દરેક લોકો રહી ગયા દંગ. હકીકતમાં આ છોકરીએ એક એવી ચીપનું નિર્માણ કર્યુંકે જેને એક વખત જો ગાડીમાં લગાવી દેવામાં આવે ત્યારબાદ કોઈપણ વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવી શકે નહીં.મધ્યપ્રદેશના ભોપાલમાંરહેતી આ વિદ્યાર્થીની લક્ષ્મીનારાયણ કોલેજમાંથી બી.ટેક કરી રહી છે.

આ વિદ્યાર્થિનીનું કહેવું છે કે ભારત દેશની અંદર હજારો લોકો એવા છે કે જે દારૂ પીને ગાડી ચલાવવા ના કારણે તે નું એક્સિડન્ટ થાય છે, અને અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે, અને આથી જ તેણે એક એવા યંત્રનું નિર્માણ કર્યું છે કે જેને ગાડીમાં લગાવી દીધા બાદ કોઈપણ વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવી શકતો નથી.

તેના દ્વારા બનાવવામાં આવેલું આ ડિવાઇસ ગાડીના ડેશબોર્ડ ઉપર ફિટ થઇ જાય તેમ છે, અને જ્યારે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને ગાડી ની અંદર પ્રવેશે છે કે તરત જ તેનું સેન્સર એક્ટિવેટ થઈ જાય છે. અને વ્યક્તિને ગાડી સ્ટાર્ટ કરવા દેતું નથી. અને આથી જ કોઈપણ વ્યક્તિ નશો કરીને ગાડી ચલાવી શકતું નથી.જેથી કરીને કોઈ પણ વ્યક્તિનો એકસીડન્ટ પડી શકે છે અને વ્યક્તિ મૃત્યુ માંથી છૂટી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!