Posted By Admin
બીમારીઓનો શું છે સંબંધ ગ્રહો અને કિસ્મતથી? જાણો શું છે રહસ્ય

શરીર માં કુલ મળીને પાંચ તત્વ અને ત્રણ ધાતુઓ હોય છે. આ પાંચેય તત્વ અને ત્રણેય ધાતુઓ ૯ ગ્રહોથી નિયંત્રિત હોય છે. જયારે કોઈ તત્વ અથવા ધાતુ કમજોર થાય ચેચે ત્યારે શરીરમાં બીમારીઓ વધી જાય છે. નાની હોય કે મોટી, બધી બીમારી આ ૯ ગ્રહો સાથે સંબંધ રાખે છે. એનાથી સંબંધિત ગ્રહોને સારા કરીને આપણે શરીરની બીમારીઓને દુર કરી શકીએ છીએ.

સૂર્ય અને એની બીમારીઓ.

સૂર્ય ગ્રહોના રાજા છે.

દરેક ગ્રહની શક્તિની પાછળ સૂર્ય જ હોય છે.

સૂર્યને કારણે હાડકાની અને આંખોની સમસ્યા થાય છે.

હૃદય રોગ, ટીબી, અને પાચન તંત્રના રોગોની પાછળ સૂર્ય જ હોય છે.

ઉપાય-

સવારે વહેલા ઉઠો.

દરરોજ સવારે સૂર્યને જળ અર્પિત કરો.

ભોજનમાં ઘઉં લો.

તાંબાના પાત્રથી પાણી પીવો.

ચંદ્રમાં અને એની બીમારીઓ:

ચંદ્રમાં વ્યક્તિના મન અને વિચારને નિયંત્રિત કરે છે.

આના કારણે વ્યક્તિને માનસિક બીમારીઓ થાય છે.

વ્યક્તિને ચિંતાઓ પરેશાન કરતી રહે છે.

ઊંઘ ,ગભરાટ , અસ્વસ્થતાની સમસ્યા થઇ જાય છે.

ઉપાય:

મોડી રાત સુધી જાગવાથી બચો.

પૂનમ અથવા એકાદશીનો ઉપવાસ રાખો.

શિવજીની ઉપાસના કરો.

ચાંદીની રીંગ અથવા ચાંદીનો ચેન પહેરો.

મંગળની બીમારીઓ:

મંગળ મુખ્ય રૂપથી લોહીનો સ્વામી હોય છે.

એ રક્ત અને દુર્ઘટનાની સમસ્યા આપે છે.

આ હાઈ બ્લડ પ્રેશર અને તાવ માટે પણ જવાબદાર છે.

આ ક્યારેક ક્યારેક ત્વચામાં ઇન્ફેકશન પણ ઉત્પન્ન કરે દે છે.

ઉપાય

મંગળવારનો ઉપવાસ રાખો.

ખાંડ ખાવા કરતા ગોળનું સેવન કરો.

જમીન પર અથવા પલંગ પર સુવો.

ઘડાનું પાણી પીવું અદભૂત લાભકારી થશે.

બુધ અને એની બીમારીઓ-

બુધ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાનો સ્વામી હોય છે.

એના કારણે ઇન્ફેકશન વાળી બીમારીઓ થાય છે.

આ કાન, નાક, ગળાની બીમારીઓથી સંબંધ રાખે છે.

આની સિવાય ત્વચાના રોગ પણ બુધના કારણે જ થાય છે.

ઉપાય-

ભોજનમાં સલાટ અને લીલી શાકભાજીનો પ્રયોગ કરો.

અમુક સમય સુધી ઉગતા સૂર્ય ના તાપ માં બેસો.

સવારે ખાલી પેટે તુલસીના છોડના પાંદનું સેવન કરો.

ગાયત્રી મંત્રનો જાપ પણ વિશેષ લાભકારી હોય છે.

બૃહસ્પતિની બીમારીઓ-

આ વ્યક્તિને સ્વસ્થ પણ રાખે છે.

સાથે જ ગંભીર બીમારીઓ પણ આપે છે.

આ કેન્સર, હેપટાઈટીસ અને પેટની ગંભીર બીમારીઓ પણ આપે છે.

આ સામાન્ય રીતે નાની મોટી બીમારીઓ નથી આપતું.

ઉપાય-

વહેલી સવારે સૂર્યને  હળદર મિલાવીને જળ અર્પિત કરો.

શુદ્ધ સોનાની રીંગ તર્જની આંગળીમાં પહેરો.

હળદર તિલક હંમેશા લગાવો.

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરો.

શુક્ર અને બીમારીઓ-

આ શરીરના રસાયણોને નિયંત્રિત કરે છે.

આના કારણે હાર્મોન્સ અને ડાયાબીટીશની સમસ્યા થઇ જાય છે.

ક્યારેક ક્યારેક આ આંખોને પણ પ્રભાવિત કરે છે.

ઉપાય-

બપોરના ભોજનમાં દહીં જરૂર ખાવ.

ચોખા, ખાંડ અને મૈન્દો ઓછામાં ઓછો ખાવ.

સવારે વહેલા ઉઠો અને ચાલો.

એક સફેદ માળા ગળામાં રાખો.

શનિ અને બીમારીઓ-

શનિના કારણે લાંબા સમય સુધી ચાલવા વાળી બીમારીઓ હોય છે.

આ સ્નાયુ તંત્ર અને દુખાવાની સમસ્યા આપે છે.

આ વ્યક્તિનું હરવા ફરવાનું રોકી દે છે.

સામાન્ય રીતે શરીરને વિકૃત બનાવી દે છે.

ઉપાય-

સાત્વિક અને સાદું ભોજન કરો.

રહેવા માટે હવાઉજાસ અને ચોખ્ખાઈ વાળા ઘર માં રહો.

એક લોખંડ ની રીંગ પહેરો.

વહેલી સવારે પીપળાની નીચે અમુક સમય જરૂર બેસો.

રાહુ અને બીમારીઓ-

આ હંમેશા રહસ્યમયી બીમારીઓ આપે છે.

આની બીમારીઓ શરૂમાં નાની પણ પછી ગંભીર થઇ જાય છે.

આની બીમારીઓનું કારણ લગભગ અજ્ઞાત રહે છે.

આ ખુદ આવે છે અને ખુદ નીકળી જાય છે.

ઉપાય-

ચંદનની સુંગધ નો ખુબ પ્રયોગ કરો.

ગળામાં એક તુલસીની માળા પહેરો.

આહાર ને સાત્વિક રાખો.

ચમકદાર લીલા રંગનો ખુબ પ્રયોગ કરો.

કેતુ અને બીમારીઓ-

કેતુ પણ રહસ્યમયી બીમારીઓ આપે છે.

સામાન્ય રીતે ત્વચા બાજુ રક્તની વિચિત્ર બીમારીઓની પાછળ આ જ હોય છે.

આની બીમારીનું કારણ અને નિવારણ સમજમાં નથી આવતું.

આ કલ્પનાની બીમારીઓ પણ આપે છે.

ઉપાય-

દરરોજ સવારે સ્નાન જરૂર કરો.

ધર્મસ્થાનો અથવા ધર્મ સભાઓમાં જરૂર જાવ.

ગરીબોને જમવાનું આપો.

મહિનામાં કંઈ પણ ગુપ્ત દાન જરૂર કરો.

error: Content is protected !!