શું તમે જાણો છો દરેક બ્લેડ સમાન આકારમાં કેમ બનાવવામાં આવે છે? અને જો તેનો આકાર બદલવામાં આવે તો શું થશે….

રોજીંદા જીવનમાં કેટલી બધી એવી વસ્તુઓ નો આપણે ઉપયોગ કરતા હશું જેના વિષે આપણને બધી માહિતી નહિ હોય. આજે આપણે એવીજ એક વસ્તુ વિષે વાત કરીશું. આજે આપણે વાત કરીશું બ્લેડ વિષે શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લેડ ની વચ્ચે આવી ડીઝાઇન કેમ હોય છે? શા માટે આવી પ્રકારની ડીઝાઇન જ બનાવવા માં આવે છે બ્લેડ માં. એ સવાલ ઘણી વાત થતો જ હશે. તો આજે તમને જણાવી જ દઈએ કે શા માટે બ્લેડ માં આ પ્રકારની ડીઝાઇન જ હોય છે.

image source

બ્લેડનો આકાર આવો શા માટે રાખવામાં આવે છે?: 1904 માં જ્યારે જીલેટ કંપની દ્વારા પ્રથમ બ્લેડ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તે ડબલ ધારવાળી બ્લેડ હતી.અને ત્યારે તમે રેઝરમાં બોલ્ટથી આ બ્લેડને ફીટ કરી શકતા હતા. તે સમયે, આ પેટન્ટ ફક્ત જીલેટ પાસે જ હતી અને માત્ર તે જ આ ડિઝાઇનની પ્લેટો બનાવી શકે છે. જ્યારે આ પેટન્ટ 25 વર્ષ પછી સમાપ્ત થઈ, ત્યારે ઘણી કંપનીઓએ આવા બ્લેડ બનાવવાનું શરૂ કર્યું.

image source

તે સમયે રેઝર પણ જીલેટ કંપનીના આવતા હતા, તેથી જ બધી કંપનીઓએ જીલેટની ડિઝાઇનના બ્લેડ બનાવવાનું શરૂ કર્યું અને પછીથી આ ટ્રેન્ડ બની ગયો.બ્લેડ ખુબ જ પાતળી બનાવવામાં આવી હતી કારણ કે જો તેની વચ્ચે આ કદની કોઈ ડિઝાઈન ન આપવામાં આવે તો તે થોડી વપરાય ત્યા જ તે તૂટી જાય છે. તે સુગમતા પ્રદાન કરવા અને સરળતા માટે એવી રીતે બનાવવામાં આવી હતી.

image source

આ સમયે જીલેટે તેની માર્કેટિંગ વ્યૂહરચના બદલી છે અને બ્લેડને સસ્તી બનાવીને રેઝરને મોંઘા કરી દીધા છે. જિલેટ એક અલગ ઓળખ બનાવી દીધી છે. તેથી લોકો મોંઘા રેઝર લેતા ખચકાતા ન હતા.હવે જીલેટ એક તરફ જુના રેઝરને સસ્તામાં વેચીને બમણા નફાની કમાણી કરી રહ્યો હતો, તો બીજી તરફ નવા રેઝરને વધુ કિમતે વેચીને ફાયદો કમાઈ રહ્યુ છે.આ રીતે, જિલેટ શેવિંગના ક્ષેત્રમાં નવીનતા લાવવાનું ચાલુ રાખ્યું છે.

image source

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!