શ્રાવણ મહિનામાં રાત્રે શિવલિંગ પાસે આવી રીતે દીવો પ્રગટાવવા થી ખુલી જાય છે કિસ્મત..

રાત્રે શિવલિંગની પાસે જરૂર પ્રગટાવવો દીવો, મળે છે ધન સબંધિત લાભ

શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ પૂજન ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે કારણ કે એનાથી ભગવાન શિવને પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવજીની સૃષ્ટિ અને સૃષ્ટિને લગતી ઘણી રહસ્યમય વસ્તુઓ છે, જેને જાણીને દરેક લોકો આશ્ચર્યચકિત થાય છે. આ સિવાય શિવપુરાણમાં પણ ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે.

image source

મહાલક્ષ્મીની કૃપા પામવા અને માલામાલ થવા માટે એક બહુ પ્રાચીન ઉપાય બતાવવામાં આવ્યો છે. તે ઉપાય છે રોજ રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો. જે વ્યક્તિ દરરોજ કોઈ સિદ્ધ શિવ મંદિર જઈને ત્યાં શિવલિંગની પાસે દીવો પ્રગટાવે છે તેને બધાં દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તેને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

image source

શિવલિંગની પાસે દરરોજ દીવો પ્રગટાવો

શિવ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મેળવવા માંગે છે, તો આ માટે નિયમિતપણે રાત્રે શિવલિંગ સામે દીવો પ્રગટાવો જોઈએ.  આ ઉપાય આજે પણ ચમત્કારી રીતે શુભ ફળ આપે છે. આવું નિયમિત રીતે કરવાથી વ્યક્તિની કુંડળીના બધાં દોષ દૂર થાય છે. ખરાબ સમય ટળી જાય છે અને જો કોઈ અનહોની થવાની હોય તો તે પણ આ ઉપાયથી ટળી જાય છે.

રાત્રે જ્યારે એકદમ અંધારું હોય ત્યારે શિવલિંગની નજીક દીવો પ્રગટાવવાથી મહાદેવ અતિપ્રસન્ન થાય છે. શિવપુરાણ મુજબ શિવજીની ઈચ્છા માત્રથી જ આ સૃષ્ટિનું નિર્માણ થયું હતું. આ જ કારણે ભોળેનાથની પ્રસન્નતાથી બધાં દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

image source

કથા

એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ગુણ નિધિ નામનો એક નિર્ધન વ્યક્તિ હતો. એકવાર તે ભોજનની શોધમાં આમ તેમ  ભટકતો હતો. ભોજનની શોધમાં રાત્રિનો સમય થઈ ચુક્યો હતો. એવામાં તે એક શિવ મંદિરમાં આવી પહોંચ્યો. ગુણનિધિએ વિચાર્યું કે રાત ઘણી થઈ ગઈ છે તો આ મંદિરમાં આરામ કરવો યોગ્ય રહેશે. પરંતુ રાત્રિનો સમય હતો અને અંધકાર ઘણો હતો. તેથી તેણે અંધકાર દૂર કરવા માટે તેને શિવ મંદિર અંદર તેને પોતાનું જભ્ભો બાળી નાખ્યો.

image source

ત્યારે  રાત્રિના સમયે ભગવાન શિવ સમક્ષ પ્રકાશ થયો હતો જેના ફળ રૂપે ગુણનીધીને આગળના  જન્મમાં કુબેર ભગવાનનું પદ મળ્યું. જો તમે શ્રાવણ મહિનામાં રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો તો તમારા જીવનમાંથી ધન ની કમી દૂર કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!