ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરમી અને તીખા તળેલા ખોરાક ની સીધી અસર આપણા ચહેરા પર દેખાય છે. વાતાવરણ માં ગરમીનું પ્રમાણ વધવાથી ચહેરા પર ખી અને ફોલ્લી ઓ વધવા લાગે છે. અને આ સમસ્યા થી દરેક છોકરીઓ ખુબજ પરેશાન રહે છે. ચહેરા પર થનારા ડાઘ-ધબ્બાથી પરેશાન થઇ છોકરીઓ ઘરેલું નુસખાનો સહારો લે છે. જ્યારે કેટલાક લોકો મોંઘામાં મોંઘી પ્રોડક્ટ પણ ઉપયોગ કરવા લાગે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી.
image source
ચહેરા પર ચમક લાવવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે આ વસ્તુઓમાં તમે પાણી મિક્સ કરીને પી શોક છો. આમ કરવાથી શરીર ડિટોક્સ થશે અને અંદરની ગંદકી સહેલાઇથી બહાર નીકળી જશે. સામાન્ય રીતે ઉનાળામાં વધારે માત્ર માં પાણી પીવાનું કહેવામાં આવે છે. જેનાથી ત્વચા અને શરીર બંને સારું રહે. વધારે માં વધારે માત્ર માં સાદું પાણી પીવાથી પણ શરીર ને ખુબજ લાભ થાય છે પરંતુ આજે અમે એવા પાણી વિષે જણાવીશું જેનું સેવન કરવાથી ત્વચા ને ખુબજ લાભ થાય છે. તો ચાલો જાણીએ.
image source
તજનું પાણી : પાણીને ઉકાળતા સમયે તેમા એક ચમચી તજના પાવડર અને તેમા સફરજનના બે ટૂકડા ઉમેરી લો. તે બાદ પાણીને ગાળીને પી લો. આ પાણીમ ટેસ્ટી લાગશે. સાથે જ તમારા લોહીનું પરિભ્રમણ સારુ રહેશે અને તેમના ચહેરા પર ચમક આવી જશે.
ફુદીનાનું પાણી : આ પાણી પીવાથી પેટ સાફ રહે છે અને ચહેરાની ચકમ યથાવત રહે છે. તેના સેવનથી ત્વચાની ચમક સારી રહેશે. તેની સાથે જ તે પેટની ગરમી દૂર કરે છે. ચમકતી ત્વચા જોઇએ છે તો આજથી જ ફુદીનાનું પાણી પીવાનું શરૂ કરી દો.
image source
લીંબુ અને એપ્પલ સાઇડર વિનેગર : પીવાના પાણીમાં લીંબુ મિક્સ પીવાથી ફાયદા થાય છે. ધ્યાન રાખો કે લીંબુના થોડાક ટીંપા ઉમેરો તેનાથી ન માત્ર તમારી પાચન ક્રિયા સ્વસ્થ થશે પરંતુ શરીરની ગંદકી પણ પર પરેસવાની સાથે નીકળી જશે. લીંબુની જગ્યાએ તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પી શકો છો.