ઈન્સ્ટન્ટ ચકરી – માત્ર પંદર જ મિનિટમાં બની જતી આ ક્રિસ્પી ને ટેસ્ટી ચકરી આજે જ નોંધી લે જો……

ઈન્સ્ટન્ટ ચકરી

શુ તમે ચકરી બનાવો ત્યારે લોટને કપડાંમાં બાંધીને બાફો પછી છૂટો કરીને કણક તૈયાર કરો આ બધું ના કરવું હોય અને તરત જ ચકરી બનાવી હોઈ તો આજે હું તમારી માટે તરત જ ચકરી તૈયાર થઈ જાય એવી રેસીપી લઈને આવી છું.

બને લોટ ભેગા કર્યા જોઇતી સામગ્રી ઉમેરી કણક તૈયાર કર્યો અને સંચામાં ભરી ચકરી પાળીને તળી લીધી થઈ ગઈ ચકરી તૈયાર. તો બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ જોઈને.

સામગ્રી

  • 1 વાટકો ચોખાનો લોટ,
  • 1 વાટકો મેંદો,
  • 25 ગ્રામ બટર,
  • મીઠું સ્વાદ પ્રમાણે,
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર,
  • 1/2 ટી સ્પૂન હળદર,
  • 1/2 ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર,
  • 1 ચમચી તલ,
  • તેલ તળવા માટે,
  • 2 ચમચી દહીં

બનાવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં બંને લોટ ભેગા કરી તેમાં લાલ મરચું પાવડર,હળદર,જીરા નો પાવડર,મીઠું અને બટર નાખી બધું મિક્સ કરો.હવે તેમાં દહીં ઉમેરી પાછું બરાબર મિક્ષ કરો.હવે જરૂર મુજબની સામગ્રી લોટમાં ઉમેરીને હળવે હાથે બધું ભેગું કરવું.

પાણી ઉમેરી સોફ્ટ કણક તૈયાર કરો.લોટ બોવ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં મીડીયમ રાખવો.
હવે સેવ પડવાના સંચામાં ચકરીની જારી લગાવી સંચાને તેલ વડે ગ્રીસ કરો.હવે તૈયાર કરેલ કણકને સંચામાં ભરી સંચો બંધ કરી પેપર પર કે પ્લેટ પર ચકરી પાળો.હવે એક પેનમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે ચકરીને ધીમા તમે બ્રાઉન તળી લો.તો તૈયાર છે ઈન્સ્ટન્ટ ચકરી

નોંધઃ ચકરી તેલમાં નાખ્યા પછી તરત જારો અડડવો નહીં નઈ તો તૂટી જવાની શક્યતા રહે.

હવે વેકેશન ખુલવાને થોડો જ સમય બાકી છે એટલે બાળકો મામા ના ઘરેથી આવી ગયા હશે તો બપોર વચ્ચે ખાલી 15 થી 20 મિનિટનો ટાઈમ કાઢી ને બનાવી આપજો બાળકોને આ ચકરી બાળકો ને ખૂબ જ પસન્દ આવશે.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

error: Content is protected !!