Posted By Admin
નાસતામાં બનાવો જટપટ ચણાના લોટના પૂડલા.

દરેક લોકોને નાસ્તામાં પોતાની અલગ પસંદ હોય છે ઘણા લોકો એકદમ હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતા હોય છે. જ્યારે ઘણા લોકો થોડો હેવી નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ મોટા ભાગના લોકોને ચણાના લોટના પુડલા ખૂબ જ ભાવતા હોય છે. આજ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચણા ના લોટ ના પુડલા બનાવવાની રેસીપી.

સામગ્રી :-

  • ૨ કપ ચણાનો લોટ
  • ૧ કપ ડુંગળી
  • 2 લીલા મરચા
  • 1 ટમેટુ
  • ૧ નાની ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • 1 કપ જેટલી ધાણા ભાજી
  • થોડું તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક પાત્રની અંદર ચણાનો લોટ લઈ તેની અંદર ડુંગળી, લીલા મરચાં, ધાણા ભાજી, ટમેટા, ચાટ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ તેની અંદર થોડું પાણી નાખી અને ધીમે ધીમે હલાવતા રહો તેને એક જ સાઈડ હલાવતા રહેવું અને પાણી ત્યાં સુધી ઉમેરતાં રહેવું કે જ્યાં સુધી ચણાનો લોટ એકદમ ઘટ્ટ પેસ્ટ ન બની જાય.

ત્યારબાદ એક નોનસ્ટીક પેન ગેસ પર ગરમ કરવા મૂકવું અને પેનમાં તેલ ઉમેરો ત્યાર બાદ આ પેન ઉપર ચણાના લોટ લોટનું પેસ્ટ ઉમેરી તેને આ પેસ્ટને બરાબર ફેલાવી દો.

ત્યારબાદ આ પુડલા ની ઉપર ની સરફેસ ઉપર થોડું તેલ ઉમેરી તેને પલટાવી દો અને આ પગલાને બંને તરફ બરાબર શેકી લો.

હવે એક ફ્લેટની અંદર તેને કાઢી લો અને ગરમા ગરમ પીરસો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!