ચુરમાના લાડુ – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી અને વિડીયો જોઇને બનાવો ચુરમાના લાડુ ……

ચુરમાના લાડુ

હનુમાન જ્યંતી હોય કે ગણેશ ચોથ ભગવાનને લાડુનો પ્રસાદ ધરાવાતો હોય છે. લાડુના ઘણા પ્રકાર હોય છે… જેમ કે ચુરમાના લાડુ, ઢૉહાના લાડુ, ભાખરીના લાડુ, ગોળવાળા લાડુ વગેરે અહીં આપણે ચુરમાના લાડુ બનાવીશું.

ચુરમાના લાડુ બનાવવા માટે જોઈતી સામગ્રી:

 • ૨.૫ વાટકી જાડો લોટ,
 • ૩/૪ વાટકી ચણાનો લોટ,
 • ૩/૪ વાટકી રવો,
 • ૩ ચમચા તેલ,
 • આશરે ૧/૨ વાટકી હુંફાળું પાણી,
 • તેલ તળવા,
 • ૧.૫ વાટકી દળેલી ખાંડ,
 • ૧/૨ વાટકી ગોળ,
 • ડ્રાયફ્રૂટ્સ,
 • ૧ ચમચી જાયફળ અને એલચીનો ભુક્કો,
 • ઘી,
 • ખસખસ

ચુરમા ના લાડુ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક મોટા પહોળા વાસણમાં ઘુનો જાડો લોટ લેવો, પછી ચણાનો લેવો, પછી રવો ઉમેરવો.પછી ત્રણેયને મિક્સ કરી તેમાં તેલનું મોણ દેવું અને બરાબર મિક્સ કરવું. તેલ મુઠી ભરનું લીધેલ છે એટલે મિક્સ કર્યા પછી લોટની મુઠી વળશે. પછી તેમાં હળવે હળવે હુંફાળું પાણી ઉમેરવું. અને લોટ એકરસ કરવો, ધ્યાન રહે કે લોટ બાંધવાનો નથી, માત્ર ભેગો કરવાનો છે.

પછી તેલ ગરમ કરવા મૂકી બધા મુઠીયા વાળી લેવા. મુઠીયા વળાય ત્યાંસુધીમાં તેલ ગરમ થઇ ચૂક્યું હશે એટલે શરુવાતમાં ફાસ્ટ ગેસે મુઠીયા તળવા.પછી બધા મુઠીયા ઉપર આવી જાય એટલે મીડીયમ ગેસે તળવા.મુઠીયા લાલાશ સોનેરી રંગના ત્યાંસુધી તળવાના છે. મુઠીયા તળાય જાય એટલે તેને ઠંડા થવા દેવા, ઠણ્ડા થઇ જાય એટલે હાથ વડે ભુક્કો કરી લઇ ચાળી લેવું. ચારણ જે વધે તેને મિક્સરજારમાં લઇ ભુક્કો કરી ચાળી લેવું.પહેલાના જમાનામાં ખાંડણી દસ્તા વડે ભુક્કો કરતા, હવે બધાને વાર લાગે તે ગમતું નથી.ચળાઈ જાય એટલે એમાં ખાંડ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવું.

પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા, અને જાયફળ એલચીનો ભુક્કો ઉમેરવો.પછી તેમાં ગરમ ઘી ઉમેરવું અને મિક્સ કરતા જવું લાડવો વળાય એટલું ઘી ઉમેરવું.પછી બધા લાડવા વાળી તરત ખસખસ ચોપડવું.તો તૈયાર છે ઓથેન્ટિક ચુરમા ના લાડવા, જે પીરસવા માટે અને પ્રસાદ માટે તૈયાર છે.

નોંધ: તમે માત્ર ખાંડ કે માત્ર ગોળ ઉમેરી ને લાડવા બનાવી શકો છો.

વિડીયો જોવા માટે ક્લિક કરો :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

error: Content is protected !!