તાળી વગાડવાથી દુર થાય છે ઘણી બીમારીઓ, જાણો તાળી વગાડવાના ફાયદા..

આપણે કોઈ ખુશીના પ્રસંગ માટે તાળીઓ પાડીએ છીએ, કોઈ વખાણ કરે છે, કોઈ જીતે છે, કોઈ બીજાને પ્રોત્સાહિત કરે છે. ત્યારે તાળી વગાડે છે. તાળી વગાડવાથી તમે કેટલીક બિમારીથી રાહત મેળવી શકો છો. તાળી વગાડવાથી આપણા શરીરને ખૂબ ફાયદો થાય છે.

હાલમાં જ કરવામાં આવેલા માહિતીસભર અભ્યાસમાં દાવો કરવમાં આવ્યો છે કે તાળી વગાડવાથી પણ જુદા જુદા પ્રકારના રોગ દુર થાય છે. એક્યુપ્રેશરથી માનસિક અને ભાવનાત્મક ઉપચાર પણ થાય છે. તે શરીરમાંથી નકારાત્મકતાને દુર કરે છે. આના કારણે નકારાત્મકના આવેગ ખતમ થાય છે. નિયમિત રીતે બે મિનિટ હાથથી તાળી વગાડવાથી ટેનશન દુર થાય છે. આના કારણે સ્વાભાવિક રીતે બોય ઇલેક્ટ્રોનિક ઉર્જા અને લોહીના પરિભ્રમણમાં વધારો થાય છે. એક્યુપ્રેશર તબીબી પદ્ધિતી વ્યક્તિના માનસિક, શારિરિક અને ભાવનાત્મક રીતે ઉપચાર કરે છે.

image source

તાળી વગાડવાના ફાયદા

જો એવું કહેવામાં આવે કે, તાળી વગાડવું આરોગ્ય માટે ફાયદાકારક છે, તો તમને વિશ્વાસ નહિ આવે. પરંતુ આ વાત એકદમ સાચી છે. તાળી વગાડવાથી માત્ર સામે વાળાનો ઉત્સાહ જ નથી વધતો, પરંતુ તમારું પોતાનું આરોગ્ય પણ સારું રહે છે. સવારે સવારે જોગીંગ કરતી વખતે તમે હંમેશા બગીચાઓમાં લોકોને તાળી વગાડતા જોયા હશે. કારણ વગર તાળી વગાડવાનો તેનો હેતુ આરોગ્ય સાથે જોડાયેલા ઘણા ફાયદા લેવાનો છે. આવો જાણીએ તાળી વગાડવું આરોગ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

image source

પેટ સંબંધી રોગોથી બચાવ

પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ, કબજીયાત, અપચો તેમજ માનસિક રોગ જેવા કે તણાવ, એકાગ્રતામાં કમી, ચીડિયાપણું વગેરેથી પીડિત થવા પર જમણા હાથની ચાર આંગળીઓને ડાબા હાથની હથેળીઓ ઉપર જોરથી મારવી જોઈએ, અને આવી રીતે સવાર સાંજ ઓછામાં ઓછું પાંચ મિનીટ કરવું જોઈએ. ધીમે ધીમે તમે આ રોગો માંથી મુક્ત થઇ જશો.

image source

લોહીનું પરિભ્રમણ યોગ્ય

બન્ને હાથથી તાળી વગાડવાથી ડાબા હાથની હથેળીના ફેફસા, લેવર, ગાલ બ્લેન્ડર, કીડની, નાના અને મોટા આંતરડા અને જમણા હાથની આંગળીના સાઈનસના દબાણ બિંદુ દબાય છે. તેનાથી શરીરના આ અંગો સુધી યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થવા લાગે છે. સતત તાળી વગાડવાથી લોહીમાં રહેલા સફેદ કણોને શક્તિ મળે છે.

image source

લો બ્લડ પ્રેશરમાં ફાયદાકારક

લો બ્લડ પ્રેશરમાં તાળી વગાડીને તમે તરત જ ઉર્જાવાન બની શકો છો. લો બ્લડ પ્રેશરના રોગીઓએ ઉભા થઇને બન્ને હાથો સામે લાવીને તાળી વગાડતા નીચેથી ઉપરની તરફ ગોળાકાર ફેરવવા જોઈએ, અને દિશા નીચેથી ઉપરની તરફ હોવી જોઈએ. આ ઉપાય લો બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં ઘણો લાભદાયક છે.

error: Content is protected !!