કોરોનાથી બચવા માટે લિફ્ટ અને સીડી ચડતી વખતે રાખો આટલી સાવચેતી, અજમાવો આ સરળ ટિપ્સ

હાલ જયારે વિશ્વ ભર માં આ કોરોના નામનો વાઈરસ ઘૂમી રહ્યો છે અને જેની હજી સુધી કોઈ દવા કે રસી નથી મળી ત્યાં સુધી બની શકે એટલા પ્રયત્નો આપણે કરવા જોઈએ કે જેથી કરીને તેનાથી બચી શકાય. કોરોના વાયરસના સંક્રમણથી બચવું અનેક મોટું મુશ્કેલીઓથી દૂર રહેવા સમાન છે. હાલ જ્યાં સુધી કોરોનાની કોઇ રસી કે દવા નથી શોધાતી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેંસિંગ અને ઘરે જ સુરક્ષિત રહેવું શ્રેષ્ઠ ઉપાય છે.

Elevator etiquette for staying healthy

image source

પણ કોરોનામાં જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા ઘરની બહાર નીકળવું પડે છે. અને તેવા સમયે વયોવુદ્ધ કે શારિરીક રીતે અશક્ત લોકોને કે ખૂબ ઊંચી બિલ્ડિંગમાં રહેતા લોકોને ફ્લેટની લીફ્ટ અને સીડીઓનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થાય છે.  ત્યારે આવી સ્થિતિમાં કોરોનાથી બચવા માટે શું કરી શકાય તે અંગે ટિપ્સ અમે તમને આપીશું. ઘણી વાર લિફ્ટનો ઉપયોગ કરતી વખતે મનમાં વિચાર આવે છે કે કોઇ કોરોના ગ્રસ્તને લીફ્ટનો ઉપયોગ નહીં કર્યો હોયને. વળી લિફ્ટના બટન પર કોઇનો હાથ અડ્યો હશે કે કેમ.

Social distancing inside an elevator - Keep distance: Coronavirus ...

image source

આ ચિંતાથી મુક્ત થવા તમે હાથમાં એક છાપાનો ટુકડો કે પછી કોઇ ઝાડની સળી રાખી શકો છો. શર્ત એટલી કે લીફ્ટની નીચે ઉતરતા જ કચરા પેટીમાં તમારે આ કાગળ ફેંકી દેવાનો. અને ફરી ચડતી વખતે નવા કાગળથી લીફ્ટનો દરવાજો અને બટન દબાવવાના.

Coronavirus: Bug has spread to nearly all Iran provinces, says ...

image source

જો કે સૌથી સારું સીડી જ ચડવી રહેશે. પણ રખે તે સીડી ચડતી વખતે બાજુનું રેલિંગને પકડીને ચડવાની ભૂલ કરતા. સીડીની રેલિંગને જો કોઇ કારણ સહ અડવું પડે તો પણ જૂના છાપાનો કાગળનો ટુકડો હાથ વગો રાખો અને તેનો ઉપયોગ કરો. આ સિવાય તમે ટિશ્યુ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

વધુમાં જ્યારે ઘર પહોંચો તો કોઇ પણ અન્ય વસ્તુને અડ્યા વગર નાહી લો, હાથ બરાબર સાફ કરો. ડિસ્પોઝિબલ માસ્ક ફેંકી દો. આવી જાગૃતતા કેળવવી જરૂરી છે. ઘરમાં બાથરૂમ સુધી જતા પહેલા ઘરની અંદર આવવાની સાથે જ સેનેટાઇઝરથી હાથ સાફ કરી લો. આ તમામ સાવચેતી રાખવી તમારા સ્વાસ્થય માટે જ લાભકારી રહેશે. આમ જો આપણે થોડી પણ સાવચેતી રાખીશું તો એ આપણા અને આપણા પરિવાર માટે જ લાભદાયી નીવડશે.

error: Content is protected !!