કોરોના સંક્રમણમાં ધ્યાનમાં રાખો આ વાતો, હાથ અને માસ્ક સિવાય આ 5 વસ્તુઓને પણ કરો સેનેટાઈઝ

હાલમાં આપણા દેશની અને પુરા વિશ્વના ઘણા દેશો ની જે સ્થિતિ છે તેનાથી બચવા માટે મોટાભાગે સાફ સફાઈ રાખવાનું કહેવામાં આવે છે. કોરોના વાયરસના કારણે લોકો સાફ સફાઈ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. આ સમયે જો તમે ફક્ત હાથ ધોવા અને માસ્ક પહેરવાને મહત્વ આપો છો તો તમે ખોટા છો. તમારે ઘરની અન્ય ચીજોની સફાઈ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જેને તમે દિવસમાં વારંવાર ઉપયોગમાં લો છો.

image source

૧. દરવાજા, હેન્ડલ અને ઈલેક્ટ્રિક સ્વીચ : ઘરમાં એન્ટ્રી કરતાં જ લોકોના હાથ સૌ પહેલાં દરવાજાના હેન્ડલ અને સ્વીચ બોર્ડ પર જાય છે. તેઓ પોતાના હાથની જ સફાઈ કરે છે. પણ આ ગંદી ચીજોની સફાઈ ભૂલી જાય છે. આ જગ્યાઓને કેમિકલ ડિસઈન્ફેક્ટેન્ટથી સાફ કરો તે જરૂરી છે.

image source

૨. પાલતૂ પ્રાણી : પાલતૂ પ્રાણીને ભલે તમે ઘરના સભ્યોની જેમ પ્રેમ કરતા હોવ પણ તેની સાફ સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે.અનેક એવા વાયરસ હોય છે જે માણસો પર નહીં પણ પ્રાણીઓને પણ બીમાર કરી શકે છે. પછી તે પ્રાણીઓ તમારા ઘરના સભ્યોને બીમાર કરી દે છે. માટે તેમની સફાઈ પણ ખૂબ જ અને રોજ જ થાય તે જરૂરી છે.

image source

૩. કપડાં : જ્યારે જરૂરી સામાન લેવા ઘરની બહાર જાઓ છો ત્યારે આવીને હાથ સાફ કરો છો. તમારા કપડાંમાં પણ જર્મ્સ પ્રવેશી શકે છે. આ માટે તેની સફાઈ પણ જરૂરી છે. આ માટે તેને પણ ધોતા રહો તે જરૂરી છે.

image source

૪. રૂપિયા અને ચાવી : કોઈ પણ ચીજ ખરીદવા માટે આપણે રૂપિયાની આપ- લે કરીએ છીએ અને તે તમારા હાથમાંથી પસાર થાય છે. એવામાં તેની પર કીટાણુ લાગવાની સંભાવના રહે છે. લૉકડાઉનમાં કોશિશ કરો કે ઓનલાઈન પેમેન્ટ કરો. આ સિવાય તમે ઘરેથી ગાડીની ચાવી લો છો તેમાં પણ કીટાણુ હોઈ શકે છે. તેને પણ સેનેટાઈઝરની મદદથી સાફ કરી લો.

image source

૫. મોબાઈલ ફોન : ટૉયલેટ સીટથી પણ વધારે જર્મ્સ તમારા મોબાઈલ ફોન પર જોવા મળે છે. તેનું કારણ એ છે કે મોબાઈલ ફોન ફક્ત એક જ એવી ચીજ છે જેનો ઉપયોગ તમે આખા દિવસમાં સૌથી વધારે વાર કરો છો. આ માટે મોબાઈલને સારી રીતે સાફ કરવાનું જરૂરી છે.

error: Content is protected !!