Posted By Admin
કોરોના ને લીધે ૩૦ વર્ષ પાછળ જતા રહેશે આ ૮ દેશ,જાણો ભારતની આગામી પરિસ્થિતિ શું થશે!

ચીનના વુહાનમાંથી આવેલો નોવેલ કોરોનાવાયરસ 2019 પૂરી દુનિયાને તબાહ કરી રહ્યો છે. હાલમાં,આનું નામ વર્લ્ડ બેન્ક અનુસાર COVID-19 રાખેલુ છે.કોરોના ના લીધે ભારત તેમજ સાઉથ એશિયાના ઘણા દેશોમાં ચાલુ વર્ષમાં આર્થિક નુકસાન થશે.આ નુકસાન પાછલા ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી દેશે.વર્ડ બેન્ક તરફથી રવિવારે જાહેર થયું કે સાઉથ એશિયાના 8 દેશોમાં ૧ એપ્રિલથી શરૂ થયેલા વર્ષમાં આર્થિક ગ્રોથ ૧.૮ ટકા થી ૨.૮ ટકા જેટલો રહેશે. છ મહિના પહેલા 6.3% નું અનુમાન કરવામાં આવતું હતું.વિશ્વ બેંકે રવિવારે કીધું કે આ વર્ષમાં 1991ના ઉદારીકરણ પછી સૌથી ખરાબ વિકાસ પ્રદર્શન નોંધાવાની શક્યતા છે.

Image Source 

ભારતની આર્થિક સ્થિતિ પણ સારી નહીં હોય !
વિશ્વ બેંકે કીધું કે આ ક્ષેત્રમાં ભારતીય વ્યવસ્થા બધાથી વિસ્તૃત છે. ચાલુ વર્ષે અનુમાન મુજબ ૧.૫% થી ૨.૮% સુધીનો ગ્રોથ જોવા મળશે. જો કે બેંકે 31 માર્ચ 2020 એ પૂરા થયેલા વર્ષ 2019-20 માં ૪.૮ થી ૫ ટકા આર્થિક વિકાસનું અનુમાન લગાવ્યું હતું. વિશ્વ બેંકની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2019 ના અંતમાં દેખાયેલ વિકાસ સંકેત આ વૈશ્વિક મહામારીના લીધે સમાપ્ત થઈ જશે.

Image Source

લોકડાઉન થી ઘરમાં કેદ ૧૩૦ કરોડ ભારતીય!
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચાલી રહેલા લોકડાઉન ના લીધે ૧૩૦ કરોડ જેટલા લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર છે.કરોડો લોકોના કામ ધંધો બંધ છે.લોકડાઉનથી નાના મોટા બધા ઉદ્યોગો પ્રભાવિત થયા છે. લોકો કામ કરતાં હોય તે ગામ મૂકી પોતાના ગામ પાછા વળી ગયા છે. રિપોર્ટ અનુસાર જો લોકડાઉન વધાર્યું તો અર્થતંત્રને તગડો ઝાટકો લાગશે.

Image Source

પાકિસ્તાન,અફઘાનિસ્તાન,માલદીવામાં આવશે મંદી !
વિશ્વ બેંકની રિપોર્ટમાં અનુમાન છે કે કોરોના મહામારી ના લીધે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશની આર્થિક સ્થિતિમાં ઘટાડો જોવા મળશે. ત્યાં પાકિસ્તાન,અફઘાનિસ્તાન માલદીવ ઉપર મંદીના સંકટની આશંકા, વિશ્વ બેંકે આ રિપોર્ટ બધા દેશોના 7 એપ્રિલ સુધીનો ડેટા ને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ રોકવા માટે કરવામાં આવેલ આ ઉપાયોથી પુરી સાઉથ અેશિયા સપ્લાઇ ચેન પ્રભાવિત થઈ છે. સાત એપ્રિલ સુધી આ દેશમાં કોરોના સંક્રમણના લગભગ ૧૩ હજાર કેસ હતા. જે વિશ્વના અન્ય ભાગોથી ઘણા ઓછા છે.

Image Source

બેંક તેમજ સરકાર દ્વારા હાથ ધરાયા ઘણા ઉપાય!
વિશ્વ બેંકની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રભાવને ઓછો કરવા માટે બેંક તેમજ સરકારે ઘણા પગલાં ભર્યા છે. સરકારે જ્યાં બેરોજગાર પ્રવાસી મજૂરો માટે ઘણી યોજનાઓ હાથ ધરી ત્યાં જ બેંકો દ્વારા ધંધાકીય વ્યક્તિગત ઉધારમાં ઘણી રાહતો અપાઇ. ભારત સરકારે લોકડાઉન થી પ્રભાવિત લોકો ની મદદ માટે 1.7 કરોડના પેકેજની યોજના બનાવી છે.ત્યાંજ પાડોશી દેશ પાકિસ્તાને 45000 કરોડ રૃપિયાના પેકેજની ઘોષણા કરી છે.

Image Source

વિશ્વ બેન્કના એક અધિકારી હર્ત્વિજ શેફર એ એક રિપોર્ટમાં કીધું કે દેશોની સરકારો એ આ વાયરસના સંક્રમણની રોકવા પોતાના લોકોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખાસ કરી એવા ગરીબ લોકો પર ધ્યાન આપવું જોઈએ જેમની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ બંને પર આ મહામારીનો અસર થયો છે. જેમાં સાઉથએશિયાના ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, માલદીવ અને અફઘાનિસ્તાન જેવા દેશો શામેલ છે.

error: Content is protected !!