કોરોનાની સૌથી સસ્તી દવા આવી ગઈ છે, જેની ફ્રી હોમ ડિલેવરી દેશના 42 દેશોમાં ઉપલબ્ધ…

વિશ્વભરમાં કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. રાહતની વાત છે કે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ હોસ્પિટલોમાંથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરી રહ્યા છે.આ રોગની સારવાર માટે વેક્સીન બનાવવાનું ચાલુ છે.અને કોરોનાની સારવાર માટે કોઈ ચોક્કસ દવા પણ ઉપલબ્ધ નથી.પરંતુ આ બધા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના ઉપચાર માટે અનેક પ્રકારની દવાઓ શરૂ કરવામાં આવી હતી. ભારતની ઘણી કંપનીઓએ પણ કોરોના દર્દીઓ માટે દવાઓ શરૂ કરી છે.

image source

ખરેખર,કોરોનાના ઈલાજમાં કારગર માનવામાં આવતી દવા ફેવરીપીરાવીરને અલગ-અલગ કંપનીઓએ અલગ-અલગ નામથી લોન્ચ કરી રહી છે.ડો.રેડ્ડી લેબોરેટરીઝે તેના જેનરિક વર્ઝનને લોન્ચ કર્યું છે.જેનું નામ ‘એવીગન’ રાખવામાં આવ્યું છે.ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ આ દવાને મંજુરી આપી દીધી છે.

image source

ડો રેડ્ડી લેબોરેટરીઝ અનુસાર ‘એવીગન’ દવાનો ઉપયોગ હલકા અને મધ્યમ કોરોનાના લક્ષણવાળા દર્દીઓ માટે કરવામાં આવશે.કંપનીએ ‘ફ્યુઝીફિલ્મ તોયોમાં કેમિકલ કંપની લીમીટેડ’ સાથે આ દવાના નિર્માણ અને વેચાણ માટે ભાગીદારી કરી છે.

image source

ડો રેડ્ડી લેબોરેટરીઝ મુજબ કંપનીએ 122 દવાના પેકેટમાં તેને બજારમાં બહાર પાડી છે.તેનો એક્સપાઇર ટાઇમ 2 વર્ષનો છે.ખુશીની વાત એ છે કે કંપનીએ દેશના 42 શહેરોમાં આ દવા માટે ફ્રી હોમ ડીલેવરી ઉપલબ્ધ કરી છે.

image source

‘એવીગન’ દવાની ફ્રી હોમ ડિલેવરી માટે ડો રેડ્ડી લેબોરેટરીઝે હેલ્પ લાઈન નંબર પણ તેની વેબસાઈટ પર આપ્યો છે.જેના પર કોલ કરીને માગવી શકાય છે.અથવા તેની વેબસાઈટ પર ઓર્ડર કરી શકાય છે.જો કે કંપનીએ દવાની કિમત હજુ સુધી રજુ કરી નથી.

image source

જો કે હાલમાં જેનરિક ફાર્મા કંપની એમએસએન ગ્રુપે કોરોનાની સૌથી સસ્તી દવા ‘ફેવિલો’ લોન્ચ કરી છે.200 એમજી ફેવિપીરાવીરની એક ટેબ્લેટની કિમત 33 રૂપિયા છે.કંપનીનું કહેવું છે કે ફેવિપીરાવીરની 400 એમજી ટેબ્લેટ પણ ઝડપથી લોન્ચ થઇ જશે.

image source

હૈદ્રાબાદની લી-ફાર્મા કંપનીએ  પણ કોરોના ના દર્દીઓ માટે ‘ફરવીર’ નામથી દવા લોન્ચ કરી છે.કંપનીના ડિરેક્ટર રઘુ મિત્રા એલ્લાનું કહેવું છે કે આ દવા આવતા મહિનામાં લોન્ચ થઇ શકે છે.તેની એક ટેબ્લેટની કિમત 27 રૂપિયા રાખવામાં આવી છે.જો આ દવા લોન્ચ કરવામાં આવે તો તે અત્યાર સુધીની સૌથી સસ્તી દવા હશે.

error: Content is protected !!