જો તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો પછી કોઈપણ કિમત પર કરો આ 5 કામ, થઇ શકો છો ઝડપથી સાજા..

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે, મોટાભાગના લોકોના મગજમાં એવો ભય વધી રહ્યો છે કે જો કોઈનો કોરોના રીપોર્ટ પોસિટીવ આવે તો? કોઈ સારવાર અથવા કોઈ રસી વિના કોરોના માટેના સારવારના વિકલ્પો શું છે? દેખીતી રીતે આ પ્રશ્ન હાલમાં દરેકના મગજમાં ચાલી રહ્યો છે. ચાલો જાણીએ કે કોરોના થી માત્ર 5 જ દિવસમાં કેવી રીતે જીતી શકાય છે.

image source

સૌ પ્રથમ તમારા ફેમિલીના સભ્યોથી દુર થઇ જાવ:જો તમારો કોરોના રીપોર્ટ પોસિટીવ આવ્યો છે, તો તમારે પહેલા તમારા ઘરમાં દરેક સભ્યો થી દુર અથવા અલગ થઇ જવું જોઈએ. આ પછી, તમારા ડોક્ટરની સલાહ અને માહિતી લો. અને તે મુજબ દવાઓ લેવાનું શરુ કરો. જો તમે કોવિડ -19 ના સામાન્ય લક્ષણો ધરાવો છો, તો તમારે કોઈ ક્લિનિક અથવા હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નહીં અને તમે ઘરે બેઠા રોગની સારવાર કરી શકો છો. જો તમારામાં હળવા લક્ષણો છે, તો પછી તમે તેને કેટલીક દવાઓથી પણ સુધારી શકો છો. જો લક્ષણો ગંભીર હોય, તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

image source

શરૂઆતમાં, તમે કફ, ગળામાં બળતરા, તાવ,,પીડા અને માથાનો દુખાવો જેવા ફલૂ જેવા લક્ષણો અનુભવી શકો છો. તમે અસ્થાયી રૂપે તમારી ગંધ અને સ્વાદની ભાવના પણ ગુમાવી શકો છો. ઓછા સામાન્ય લક્ષણોમાં ઉબકા,ઉલટી અને ઝાડા સમાવિત છે. તમારામાં જે પણ લક્ષણો છે,એ માટે તમારે તરલ પદાર્થો અને પેરાસીટામોલની જરૂર પડશે.

image source

5 દિવસ સુધી લક્ષણો પર ધ્યાન આપો: પાંચમા દિવસથી તમે કેવું અનુભવો છો તેના પર વિશેષ ધ્યાન આપો, કારણ કે આ તે સમય છે જ્યારે કેટલાક લોકોની તબિયત લથડવાનું શરૂ થાય છે. લગભગ 20% લોકો આ કેટેગરીમાં આવે છે.જો તમે કોઈ જૂની બિમારીથી પીડિત છો, તો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. જો તમે વધુ થાક અનુભવો છો,અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે, તો આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ.અને હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

image source

જો તમારી તબિયત વધારે ખરાબ થવા લાગે તો શું કરવું:જો તમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, તો ડોકટરો તમારા ઓક્સિજનના સ્તરને માપશે અને તમને ન્યુમોનિયા છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે છાતીનો એક્સ-રે અને લોહીની તપાસ કરશે. જો ન્યુમોનિયા, ઓક્સિજનનું સ્તર ઓછું  અથવા અન્ય ગંભીર ચેપનાચિહ્નો મળી આવે છે, તો તમારે હોસ્પિટલમાં રહેવું પડશે.

image source

સાજા થવા માટે કેટલો સમય લાગશે:પ્રાથમિક લક્ષણો ધરાવતા કેટલાક લોકો પ્રારંભિક સ્થિતિમાં જ સ્વસ્થ થઇ જાય છે જ્યારે કેટલાક લોકોમાં થાક, શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવો સહિતના કેટલાક લક્ષણો લાંબા સમય સુધી રહે છે.

error: Content is protected !!