દેશની સૌથી નાની ઉંમરની કોરોના દર્દીએ મેળવી કોરોના સામે જીત

હાલમાં આખા દેશમાં અને પુરા વિશ્વ માં બસ એક વાત ચાલી રહી છે કોરોના વિશે. દિવસે ને દિવસે કોરોના વધી રહ્યો છે ત્યારે લોકો એ ખુબજ ચાવચેતી રાખવાની આવશ્યકતા છે. જાગૃત લોકો જો પુરતી તકેદારી રાખે તો જ આ રોગ ને કાબુ લઇ શકાશે. આજે આ વૈશ્વિક મહામારી ને લઈને સરકાર તેમજ ડોક્ટર દરેક લોકો ખુબજ ચિંતા માં છે. ત્યારે અત્યારે દરેક ડોક્ટર ભગવાન સમાન સાબિત થાય છે.

image source

આજે અમે વાત કરી રહ્યા છીએ એક નાનકડી એવી કોરોના દર્દી ની કે જેને ડોક્ટરે નવું જીવન દાન આપ્યું. કોરોના વાયરસના કહેર વચ્ચે રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કેટલાક દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયેલી નવજાત બાળકની રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને શુક્રવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઈ હતી. જન્મના ત્રીજા જ દિવસે બાળકી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. માત્ર ૧૯ દિવસમાં જ તેણે જીવલેણ વાયરસને મહાત આપી છે. આ બાળકી દેશની સૌથી નાની ઉંમરની દર્દી હતી. બાળકી હાલ ૨૨ દિવસની છે.

image source

નાગૌરના ડેપ્યૂટી ચીફ મેડિકલ ઓફિસર શીશરામ ચૌધરીએ જણાવ્યું કે, નાગૌર જિલ્લાના બાસની પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરાયેલી એક મહિલાએ ૧૬ એપ્રિલે બાળકીને જન્મ આપ્યો હતો. માતા-પિતા સહિત પૂરો પરિવાર પહેલાથી સંક્રમિત હોવાથી બાળકીના પણ સેમ્પલ લેવાયા હતા અને ૧૯ એપ્રિલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં મા-દીકરીને નાગૌર જિલ્લાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.

Newborn baby diagnosed with Covid-19 at London hospital - Times of ...

image source

શીશરામ ચૌધરીએ જણાવ્યું કે બાળકના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજો રિપોર્ટ ૨૩ એપ્રિલે નેગેટિવ આવ્યો હતો પરંતુ તેની માતા સંક્રમિત હતી તેથી તેને અલગ રાખવામાં આવી હતી. બાદમાં તેની માતાનો બીજો રિપોર્ટ પણ ગુવારે નેગેટિવ આવ્યો હતો. બાદમાં મા-દીકરી બંનેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

image source

શીશરામે જણાવ્યું કે, બાળકીને તેની માતાને સોંપી દેવાઈ છે. નાગૌર જિલ્લાનો બાલની વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયો છે, ત્યાંથી ૧૦૬ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૨૦ લોકો સ્વસ્થ થતાં શુક્રવારે ડિસ્ચાર્જ કરાયા હતા. ગામમાં હવે ૧૫ લોકો સંક્રમિત છે તેથી દરેક લોકો એ એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં સુધી સરકાર ના કહે ત્યાં સુધી ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો.

error: Content is protected !!