કોરોના સબંધિત સ્પર્ધામાં ભાગ લઈને ઘરે બેઠા 37 કરોડ જીતવાની તક મેળવો જાણો કઈ રીતે

કોરોનાવાયસે ઘણા મહિનાઓથી  તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસથી લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કરોડો લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે. આ એક વાય  રસથી વિશ્વભરના ધંધા અટકેલા અને દેશોની અર્થવ્યવસ્થાઓનો નાશ થયો છે. આને કારણે કરોડો લોકોને નોકરી ગુમાવવી પડી હતી અથવા તેમનો પગાર પણ કાપવામાં આવ્યો હતો.

image source

પરંતુ હવે આ કોરોનાવાયરસ તમને કરોડપતિ બનાવી શકે છે.1-2 નહીં, પરંતુ કોરોનાવાયરસ સબંધિત સ્પર્ધામાં જીતવા બદલ તમને 37 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આ સ્પર્ધામાં તમારે વિશેષ પ્રતિભાની જરૂર પડશે. ચાલો જાણીએ અ સ્પર્ધા વિશે.

image source

તમે કેવી રીતે જીતી શકો છો આ સ્પર્ધા?: તમને જણાવી દઈએ કે એક બિન-સરકારી સંસ્થા એક્સપ્રાઈઝ એ એક વિશિષ્ટ સ્પર્ધામાં વિજેતાને 50 મિલિયન ડોલર (રૂ. 37.39 કરોડ) નું ઇનામ આપ્યું છે. તમારે તેમાં એક ટાસ્ક પૂર્ણ કરવો પડશે. ઇનામ જીતવા માટે, તમારે કોરોના પરીક્ષણનો એક એવો રસ્તો શોધવો પડશે જે ઝડપથી કામ કરે છે અને તે લોકોને સસ્તો પણ પડે. આ સ્પર્ધા 6 મહિના ચાલશે. વિજેતાના નામની જાહેરાત આવતા વર્ષે કરવામાં આવશે. તેથી  પરિણામો મેળવવા ઝડપી અને  સસ્તી કોરોનાવાયરસની ટેસ્ટ કીટ તૈયાર કરો અને કરોડોનું ઇનામ મેળવો.

image source

સ્પર્ધાનું નામ શું છે?: 6 મહિનાના લાંબા સમયથી ચાલતી આ સ્પર્ધાનું નામ ‘એક્સપ્રેસ રેપિડ કોવિડ પરીક્ષણ’ રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો અસલ ઉદ્દેશ શક્ય તેટલી વહેલી તકે વધુ સારી અને દરેક લોકોને પોસાય એવી કોરોના પરીક્ષણ કીટ બનાવવાનો છે. એટલા માટે લોકોની સામે આટલું મોટું ઈનામ જાહેર કરાયું છે. આ સ્પર્ધાનો વિજેતા તે જ હશે જે ઝડપી અને સસ્તું કોરોના પરીક્ષણ કીટનું ઉત્પાદન કરશે. વિજેતાનું નામ ફક્ત 2021 માં જ જાહેર કરવામાં આવશે.તે સ્પષ્ટ છે કે આ માટે વૈજ્ઞાનિક કુશળતા જરૂરી છે. આ સ્પર્ધા દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકની આવડતનો ઉપયોગ માનવીઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ સ્પર્ધામાંથી આટલી સરળ પરીક્ષણ કીટ બનાવવાનું લક્ષ્ય છે, જેનો ઉપયોગ નાનું બાળક પણ કરી શકે છે.

image source

સમયે પરીક્ષણ માટે કેટલો ખર્ચ થાય છે?: એક્સપ્રીઝના જણાવ્યા મુજબ, આ સમયે કોરોનાવાયરસ ટેસ્ટની કિંમત લગભગ 7479 રૂપિયા છે. આ ખર્ચ 1121 રૂપિયા સુધી ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રસ્તુત સ્પર્ધાના અંતે પાંચ વિજેતા ટીમોની પસંદગી કરવામાં આવશે. આમાં, દરેક ટીમને $ 10 (7.47 કરોડ રૂપિયા) મળશે. ધ્યાનમાં રાખો કે દરેક ટીમે 2 મહિનામાં દર અઠવાડિયે 500 કોરોના પરીક્ષણો કરવાના છે, જે તેમને તેમની ક્ષમતા અનુસાર વધારીને 1000 અથવા વધુ કરી શકે છે.એક્સપ્રેસના સીઈઓ અનુશેહ અન્સારી કહે છે કે પરીક્ષણના અભાવને કારણે કોરોનાના કેસો મળ્યા નથી અને ચેપ ઝડપથી વધી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!