બસ હવે 12 ઓગષ્ટના દિવસે જ દુનિયાની પહેલી કોરોના વેકસીનની થશે કાયદેસર નોંધણી, જાણો કોને મળશે સૌથી પહેલા

આખરે ક્યારે મળશે કોરોના ની રસી? આ સવાલ આખી દુનિયામાં દરેક લોકો ણે સતાવી રહ્યો છે. who અનુસાર હાલ ૨૧ થી વધારે વેક્સીન ટ્રાયલ માટે છે. ભારત, બ્રિટન, રશિયા , ચીન, અમેરિકા લગભગ વેક્સીન બનાવવાની ખુબજ નજીક છે. પરંતુ રશિયાનું કહેવું છે કે એ લોકો વેકસીનની ખુબજ નજીક પહોચી ગયા છે. બસ ૧૨ ઓગસ્ટ ના દિવસે જ રસી નું પંજીકરણ કરવામાં આવશે.

image source

રશિયાની આ વેક્સીનને દુનિયાની પ્રથમવેક્સીન માનવામાં આવશે. જો બધું બરાબર થઈ જાય, તો રસી જલ્દી લોકોને મળી જશે. ચાલો આપણે જાણીએ કે આ રસી પહેલા કોને મળશે અને તેના માટે રસીકરણ અભિયાન ક્યારે ચલાવવામાં આવશે. રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ દાવો કર્યો છે કે તેમની રસી પરીક્ષણમાં સફળ રહી છે. અને ઓક્ટોબરથી દેશમાં એક વિશાળ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. પોતાના દેશના નાગરિકો માટે રાહતની બાબત જણાવતાં તેમણે કહ્યું છે કે આ રસીકરણ અભિયાનમાં થતા તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.

image source

રશિયાના નાયબ આરોગ્ય મંત્રી ઓલેગ ગ્રીડનેવના જણાવ્યા અનુસાર, હાલમાં આ રસીના ત્રીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે અને તે ખૂબ મહત્વનું છે. આ રસીની અસર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય ત્યારે જ તે યોગ્ય કહેવાશે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે 12 ઓગસ્ટે વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી નોંધણી કરાશે. અગાઉ રશિયાએ તેની રસી વિશે દાવો કર્યો હતો કે જેઓને ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ રસી આપવામાં આવી હતી, તે બધાને કોરોના વાયરસ સામે પ્રતિરક્ષા છે. આ સ્પષ્ટ બતાવે છે કે તે અસરકારક રસી સાબિત થઈ શકે છે.

image source

જો કે, ઘણા દેશો રસી અંગે રશિયાના આ દાવાઓ પર શંકા કરી રહ્યા છે. બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અન્ય ઘણા દેશોના નિષ્ણાતો આ રસીની સલામતી અને અસરકારકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. બ્રિટને રશિયા તરફથી આ રસીનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ખરેખર, કારણ એ છે કે રશિયાએ આ રસીના પરીક્ષણથી સંબંધિત કોઈ વૈજ્ઞાનિક ડેટા બહાર પાડ્યો નથી. હવે અન્ય દેશો શંકા કરી શકે છે, પરંતુ રશિયાને તેની રસી વિશે કોઈ શંકા નથી. તેથી જ તેઓ ઓક્ટોબરથી રસીકરણ અભિયાન શરૂ કરવાની વાત કરી રહ્યા છે.

error: Content is protected !!