આ કારણોસર કોરોના દર્દીઓનું થાય છે મોત, જાણો કયા દર્દીઓ માટે તે સૌથી વધુ ખતરારૂપ છે..

કોરોના વાયરસ ફેફસામાં લોહીનું ગંઠન કરીને લોકોની હત્યા કરી રહ્યું છે. તે દર્દીઓના શ્વસન પર સૌથી વધુ અસર કરે છે. આ જ કારણ છે બીઆરડી મેડિકલ કોલેજમાં કોરોનાને કારણે થયેલાં 69 લોકોનાં મૃત્યુમાંથી 60 ટકા લોકોના મૃત્યુનાં કારણો વિષે ડોકટરો પણ જાણી શક્યા નથી.ડોક્ટરો પણ આનાથી ખુબજ ચિંતિત છે.

image source

તેમનું એમ કહેવું એ છે કે ફેફસાંમાં લોહીના ગંઠાઇ જવાના કારણને સમજવા માટે, કોરોના પીડિત દર્દીના શરીરનું પોસ્ટ મોર્ટમ કરવું પડશે,પરંતુ જેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ઉપરાંત ડોકટરો સલાહ આપી રહ્યા છે કે જેને શ્વસની તકલીફ છે. તેવા દર્દીઓએ જરાય બેદરકારી દાખવવી જોઈએ નહીં.

image source

બીઆરડી મેડિકલ કોલેજના ચેસ્ટ વિભાગના પ્રમુખ ડો.અશ્વની મિશ્રાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અત્યાર સુધીમાં બે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. પ્રથમ દર્દીઓ તે છે જેમને શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી, પરંતુ સારી રોગપ્રતિકારક શક્તિને લીધે, તેઓ સ્વસ્થ થઈ ગયા છે. એવા પણ દર્દીઓ છે જેમને શ્વાસ લેવામાં તકલીફ છે, પરંતુ દર્દીઓએ તેના પર ધ્યાન ન આપ્યું.

image source

દર્દીઓનું તેના પર ધ્યાન ન હોવાને કારણે વાયરસ ફેફસાંને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યું હતું.જેના લીધે તેમના બંને ફેફસામાં ગંભીર ન્યુમોનિયા થયો હતો.જેથી આ લોકો સ્વસ્થ થઈ શક્યા નહીં. આ પછી, ફેફસામાં લોહીનું ગંઠન વધુ થવા લાગ્યું. આના કારણે તેમનો શ્વસન માર્ગ બંધ થઇ ગયો અને તે દર્દીનું મોત નીપજ્યું.

image source

તેમણે કહ્યું કે ડબલ ન્યુમોનિયા વિશેની માહિતી એક્સ-રે દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહી છે, પરંતુ લોહી ગંઠાઇ જવાની સાચી માહિતી યોગ્ય સમયે મળી રહી નથી. આ જ કારણ છે કે શ્વસનમાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ પહેલાથી જ એલર્ટ થઈ રહ્યા છે અને તેમને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.આ રીતે આવા અનેક દર્દીઓના જીવ પણ બચાવાયા છે.

image source

વાયરસ લોહીને વધુ જાડું બનાવે છે:ડો.અશ્વની મિશ્રાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા વધુ ઝડપથી થઈ રહી છે. આને કારણે, લોહી ઘટ્ટ થઈ રહ્યું છે. આવા દર્દીઓના લોહીના પરીક્ષણો કરવામાં પણ સમસ્યા છે કારણ કે ધમનીઓમાંથી બહાર આવ્યા પછી તરત જ લોહી જામી જાય છે.તેમણે કહ્યું કે અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓમાં આવા ઘણા દર્દીઓના ફેફસાંમાં લોહી ગંઠાઇ ગયેલું જોવા મળ્યું છે. આ ગંઠાઇ જવાના કારણને સમજવા માટે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે, પરંતુ કોરોના પીડિતનું પોસ્ટમોર્ટમ કરવા પર પ્રતિબંધિત છે.

error: Content is protected !!