દુનિયાભારમાં દહશત  ફેલાવનાર કોરોના વાયરસ હવે થઈ જશે ટૂંક સમયમાં જ નાબૂદ..

દેશમાં કોરોના સંક્રમણ ભલે ઝડપથી ફેલાઈ રહ્યુ હોય, પરંતુ તે મોટે ભાગે જીવલેણ નથી. દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસનો ટૂંક સમયમાં નાબૂદ કરવામાં આવશે. ઘણા દેશોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વાયરસ વધુને વધુ કમજોર બની રહ્યો છે. તેનો ચેપ એ રોગચાળાની શરૂઆતમાં જેટલો જીવલેણ હતો, તે હવે તેટલો નથી.

image source

ઇટાલિયન નિષ્ણાતનું નિવેદન: ઇટાલીના પ્રમુખ સંચારી રોગ નિષ્ણાંત મેટીયો બાશેચેટી કહે છે કે ઇટાલિયન દર્દીઓમાં એવા પુરાવા મળ્યા છે કે વાયરસ હવે જીવલેણ નથી રહ્યો. ચેપ પછી, વૃદ્ધ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, જેમાં અગાઉ આ રોગ ગંભીર સ્વરૂપ લેતો હતો અને જેના કારણે ઘણીવાર લોકો મૃત્યુ પણ પામતા હતા. ખરેખર, હવે આ વાયરસમાં સતત પરિવર્તન આવ્યું છે. હવે તે પહેલા જેટલો ઘાતક નથી રહ્યો.

image source

વાયરસ માનવ કોષમાં જાય છે અને તેના પોતાના જિનોમની પ્રકૃતિઓ બનાવે છે. આર.એન.એ. વાયરસમાં, ઘણી વાર એવું બને છે કે તે તેના સમગ્ર જીનોમની સમાન નકલ કરી શકતો નથી અને થોડો અંશ બાકી રહે છે. આને વાયરસનું મ્યુટેશન કહેવામાં આવે છે.મ્યુટેશનથી વાયરસ પોતાને વધુ તેજ બનાવે છે, પરંતુ વધુ મ્યુટેશન પછી તે નબળુ બની જાય છે અને સંક્રમણ ફેલાવવા માટે સક્ષમ નથી રહેતું.

image source

ધ સન્ડે ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ, જિનીવાની સાન મેટરનો જનરલ હોસ્પિટલના કમ્યુનિકેબલ ડિસીઝન વિભાગના વડા પ્રોફેસર બાશેટીએ જણાવ્યું હતું કે માર્ચ અને એપ્રિલમાં આ વાયરસની અસર જંગલમાં સિંહ જેવી હતી, પરંતુ હવે તેની અસર ભીગી બિલ્લી જેવી થઇ ગઈ છે. હવે 80 થી 90 વર્ષના વૃધ્ધો પણ વેન્ટિલેટર વગર સ્વસ્થ થઈ રહ્યા છે. અગાઉ આ દર્દીઓ બે-ત્રણ દિવસમાં મરી જતા હતા.મ્યુટેશનના કારણે વાયરસ હવે ફેફસાંને વધુ નુકસાન પહોંચાડતું નથી.

image source

કોરોના વાયરસ કમજોર બની રહ્યો છે:સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલસાયન્સ, દિલ્હીના મોલેક્યુલર મેડિસિન અને બાયોટેકનોલોજી વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર ડો.મદન મોહન ગોડબોલે કહે છે કે હવે કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થાય છે તેમ છતાં, મૃત્યુની સંખ્યા ઓછી થતી જાય છે. તેમણે વિકાસ સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે કહ્યું કે, બે પ્રકારના વાયરસ હોય છે. એક જે ખૂબ જ જોખમી હોય છે અને બીજા જે ખુબ જ કમજોર હોય છે. ખતરનાક વાયરસ ઓછા લોકોમાં ફેલાય છે, જ્યારે નબળા વાયરસ ઝડપથી ઘણા લોકોમાં ફેલાય ફેલાય છે.

image source

આ રીતે,બને  વાયરસ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા લડાઈ શરૂ થાય છે અને તેમાં કમજોર  વાયરસ જીતી જાય  છે. તે પછી ફક્ત કમજોર વાયરસ જ બચે છે.કમજોર  વાયરસથી  વધુને વધુ લોકોને ચેપ લાગે છે, પરંતુ તેનું જોખમ ઓછું રહે છે. થોડા દિવસો પછી, માનવ શરીર પણ વાયરસ સામે લડવાની તૈયારી કરી લે છે. આ સિદ્ધાંતના આધારે, ગોડબોલે માને છે કે કોરોના વાયરસ હવે નબળો પડી રહ્યો છે અને ચેપના કેસો વધુ ઝડપી તો બની રહ્યા છે, પરંતુ મૃત્યુની સંખ્યા ઓછી થતી જાય છે.

error: Content is protected !!