ડોકટરો અને સંશોધકોની ટીમ કોરોનાને માત આપવા માટે રાત-દિવસ કામ કરી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આપણે જાણીએ છીએ તેમ અનાદીકાળથી લીમડાને આયુર્વેદીક ગુણકારી તત્વ માનવામાં આવે છે, પ્રાચીનકાળમાં અનેક દવાના ઉપયોગમાં લીમડાનો રસ,લીમડાના પાન, લીમડાના મૂળનો જ ઉપયોગ થતો હતો, આજે પણ લીમડામાં રહેલા તત્વોથી અનેક રોગને માત આપી શકાય છે.
image source
આ પ્રક્રિયામાં આયુર્વેદનો સતત ઉપયોગ પણ થાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ) એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ બંને સંસ્થાઓ પરીક્ષણ કરશે કે લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે. આ પરીક્ષણને ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે.
આ સંશોધનનો મુખ્ય પરીક્ષણકર્તા AIIA ના ડિરેક્ટર ડો.તનુજા નેસારી રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે. આ સમગ્ર બાબતે નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમન અનુસાર, તેમને વિશ્વાસ છે કે આ એન્ટિ વાયરલ દવા કોરોના સંક્રમણને રોકવામાં અસરકારક સાબિત થશે.
લીમડાની ટેબલેટનું ટેસ્ટીંગ કરવામાં આવશે
લીમડાનું તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલો કારગર છે એના માટે ૨૫૦ લોકો પર એનું ટેસ્ટીંગ કરવામાં આવશે. આ રિસર્ચમાં મુખ્યત્વે જાણી શકાશે કે આ રોગથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને લીમડાની ટેબલેટ કેટલી અસરકારક છે.
2 મહિનાથી વધુ પ્રક્રિયા ચાલશે
આ સમગ્ર માનવ પરિક્ષણ માટે લોકોની પસંદગી શરુ કરવામાં આવી ચૂકી છે, આ સમગ્ર પ્રકિયામાં 215 લોકોને લીમડામાંથી બનેલ ટેબલેટ આપવામાં આવશે જ્યારે અન્ય 125 લોકોને માત્ર ટેબલેટ ખાવા માટે આપવામાં આવશે, આ સમગ્ર ઘટનાક્રમ 28 દિવસનો રહેશે જેમાં આટલા દિવસો સુઘી દર્દીઓને નજરહેઠળ રાખવામાં આવશે, આ સમયમાં દવાઓની કઈ-કઈ અસર થઈ છે, શું ફાયદા થયા છે તે સમગ્ર બાબતે નિરિકક્ષ કરવામાં આવશે.
લીમડાની ટેબલેટ અસરકારક સાબિત થશે
નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમાને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોના નિવારણમાં અસરકારક એન્ટિવાયરલ દવા સાબિત થશે.