કોરોના વાયરસને લઈને નિષ્ણાંતોનો નવો ખુલાસો, બાળકો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના

પેડિયાટ્રિક જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક રોગચાળો કોવિડ -19નું સંક્રમણ બાળકોમાં ખૂબ ઝડપથી ફેલાય છે. આ સંશોધનથી તે સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસના ફેલાવામાં નવજાત બાળકોની ભૂમિકા અપેક્ષા કરતા ઘણી વધારે છે. આ સંશોધન 192 સગીર બાળકો પર કરવામાં આવ્યું હતું, જેમાં 49 બાળકોને કોરોનાથી ચેપ લાગ્યો હતો.

image source

અન્ય સંશોધન સૂચવે છે કે સ્તનપાન કરાવવાથી કોરોના ચેપ ફેલાતો નથી. કેલિફોર્નિયા યુનિવર્સિટીની સેનડિઆગો સ્કૂલ ઓફ મેડિસિનનું આ સંશોધન જેએમએના ઓનલાઇન વર્ઝન પર બહાર પાડવામાં આવ્યું છે.

image source

વિશ્વભરમાં કોરોનાના 2 કરોડથી વધુ કેસ: જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોમાં કોરોના ચેપની પુષ્ટિ થઈ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 2,24,27,939 લોકોને કોરોના ચેપ લાગ્યો છે જ્યારે તેના ચેપને કારણે 7,88,030 લોકો મૃત્યુ પામ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા ટોચ પર છે. બ્રાઝિલ બીજા સ્થાને અને ત્રીજા સ્થાને ભારત છે.

image source

અમેરિકામાં 54 લાખથી વધુ સંક્રમિત કેસ: યુ.એસ. માં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54 લાખને પાર કરી ગઈ છે અને મૃત્યુઆંક 1.71 લાખ હજાર પર પહોંચી ગયો છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસના ચેપનો પહેલો કેસ 2019 ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં મળી આવ્યો હતો.આ પછી તે ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાયો. 11 માર્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો. રશિયાએ પણ કોવિડ -19 રસી ‘સ્પુટનિક વી’ વિકસાવવાનો દાવો કર્યો છે, જે વિશ્વની પ્રથમ રજીસ્ટર રસી છે.

image source

ભારત ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની તૈયારીમાં છે. દેશમાં જે ઝડપે કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખતા દુનિયાના તમામ દેશોની માફક ભારતમાં પણ વેક્સીન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જો કે તબીબી નિષ્ણાંતોનું માનવું છે કે જો વેક્સીન જલ્દી મળી જાય તો પણ ભારતના લોકોએ વર્ષો સુધી કોરોના વાયરસ સાથે જ જીવવું પડશે.

error: Content is protected !!