સ્તન કેન્સર અટકાવવા માટે દરરોજ કરો માત્ર આ એક વસ્તુનું સેવન, થશે ખુબજ લાભ

સામાન્ય રીતે દહીં આપણે ત્યાં દરેક ઘરો માં ખવાતું હોય છે. જેના અઢળક ફાયદા થાય છે. કેન્સર જેવી બિમારી પહેલા હજારો લોકો પૈકી કોઇ એકમાં થતી હોવાની બાબત સાંભળવા મળતી હતી. જો કે હવે દુનિયાભરમાં કેન્સર સામાન્ય બિમારી જેવી બની રહી છે આંકડાની વાત કરવામાં આવે તો મહિલાઓમાં થનાર સામાન્ય કોમન કેન્સર પૈકી સ્તન કેન્સર વધારે છે. ભારતમાં આશરે ૨૫થી ૩૨ ટકા શહેરી મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે. આવી સ્થિતિમાં બિમારી થયા બાદ સારવાર લેવામાં આવે તે પહેલા કેટલીક સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બિમારીથી બચી શકાય છે દહી પણ આવી જ એક ચીજ તરીકે છે.

image source

એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ દહી ખાવાથી મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને ઘટાડી શકાય છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દહીમાં એવા બેક્ટરિયા રહેલા છે જે હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને દરરોજ દહી ખાઇને ઓછો કરી શકાય છે. શોધ કરનાર લોકોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સ્તન કેન્સર થવા માટેના સૌથી મોટા કારણ પૈકી એક કારણ હાનિકારક બેક્ટરિયા છે. આના કારણે સ્તનમાં થનાર સોજા અને બળતરા છે.

image source

આવી સ્થિતિમાં દહીમાં રહેલા સારા બેક્ટરિયા શરીરમા વર્તમાન હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. કેટલાક પુરાવા પર આ બાબત આધારિત છે. આપને આ બાબત જાણીને હેરાની થઇ શકે છે કે ક્રોનિક ઇન્ફ્લેમેશનના કારણે કેન્સરનો ખતરો વધે છે. માનવીના શરીરમાં આશરે ૧૦ અબજ બેક્ટરિયા હોય છે.

image source

જે પૈકી મોટા ભાગના બેક્ટરિયા આપણને નુકસાન કરતા નથી. જો કે કેટલીક વખત કેટલાક પ્રકારના બેક્ટરિયા ક્યારેક શરીરમાં ટોક્સીન બનાવવા લાગી જાય છે. જેના કારણે શરીરમાં સોજા આવે છે. દહી ઉપરાંત અન્ય કેટલીક ચીજા પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. જે ખુબ જ ગુણકારી હોય છે અને સ્તન કેન્સરને ઘટાડી દેવામાં મદદ કરે છે. હળદર સ્તન, ફેફસા અને સ્કીન કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. ટામેટા પણ કેટલાક પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. લસણ પણ કેન્સરને વધારી દેનાર તત્વોની અસરને ઘટાડી દે છે.

error: Content is protected !!