સાંપ કે વીંછી કરડી જાય ત્યારે તરત કરવું આ કામ, ઘરમાં રહેલી વસ્તુ જ બચાવી શકે છે જીવ

વરસાદની ઋતુમાં તમે વારંવાર ઘરમાં આવતા જંતુઓથી પરેશાન રહેતા હશો અને જો જીવાત તમને કરડે તો ક્યારેક તે ઘાવ નું રૂપ લઇ લે છે. આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ થઈ જાય છે. આમ, સાપ, વીંછી, ગરોળી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો પણ ખતરો રહે છે. એટલા માટે અમે તમને આવા ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેથી જો તમને ક્યારેય કોઈ કીડો કરડે, તો તમે ઝડપથી પ્રયાસ કરી શકો.

image source

હળદર

જો તમને ક્યારેય વીંછી કરડે છે, તો ગભરાશો નહીં, પણ તેના પર હળદર ગરમ કરીને જ્યાં વીંછી એ ડંખ માર્યો હોય ત્યાં લગાવવું.

image source

લસણ અને મધ

સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.

image source

તુલસીના પાન

કોઈપણ ઝેરી જીવજંતુ સાંપ હોય કે વીંછી કરડ્યું હોય તો તરત જ તુલસી ના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.

image source

લીમડાના પાન

સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને તરત જ એનાથી ઝેરની અસર નાબુદ થાય છે. ક્યારેય પણ ગમે તેવો જેરી જીવજંતુ કરડે ત્યારે આ વીંછીના કરડવા પર આ ઉપાય કરવાથી તરત ઝેર ની અસર નાશ થઇ જશે.

image source

ફટકડીની પેસ્ટ

વીંછી કરડ્યો હોય તો વિંછી કરડવાની જગ્યાએ 8 થી 10 ઇંચ દૂર એકદમ મજબૂત પાટો બાંધી લો. જેથી ઝેર આગળ ન ફેલાય. ત્યારબાદ એક સફેદ ફટકડી લઈ તેને કોઈ પથ્થર ઉપર પાણી માં ઘસી ત્યાર બાદ તેમાંથી બનેલી પાતળી પેસ્ટને વીછી કરડેલી જગ્યા પર લગાવી દો. હવે આ હાથ ને ધીમે ધીમે શેકવો. આમ કરવાથી ગમે તેવો ઝેરી વિછી હશે તો પણ તેનું ઝેર ઉતરી જશે.

error: Content is protected !!