Posted By Admin
ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે આ દુર્લભ બીમારી, બાળકો થઇ રહ્યા છે એના શિકાર, જરૂર જાણો.

બદલતા મોસમની સાથે આજકાલ ઘણી અજીબ પ્રકારની બીમારીઓ થાય છે, જેના વિશે લગભગ અમુક જ લોકોને જાણ હશે. લોકોને વાયરલ વગેરેને બીમારી આ દિવસોમાં ખુબ જ વધારે જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે એવી પણ બીમારી થઇ રહી છે જે બાળકોનું બાળપણ પણ ખરાબ કરી દે છે. તો આજે અમે એવી બીમારી વિશે જણાવીશું જેનું નામ છે ઇક્થિયોસીસ. આ બીમારી બાળકો પર વધારે અસર કરે છે.

આ બીમારીને લીધે બાળકોની સ્કીન મીણબતી જેવી થઇ જાય છે. આમ તો ઇક્થિયોસીસ બીમારીના કેસ ભારતમાં ઘણા ઓછા જોવા મળે છે અને ખાસ કરીને આ બીમારી વિશે જાગૃત કરવા માટે ક્રિકેટર અને બોલીવુડ સ્ટાર કૈમ્પનીંગ કરે છે.

 

શું છે ઇક્થિયોસીસ બીમારી?

ઇક્થિયોસીસ બીમારી થવાથી બાળકોની સ્કીન મીણબતી જેવી મુલાયમ થઇ જાય છે અને બાળકો મોટા થાય એની સાથે આ બીમારી પણ વધતી જાય છે. અત્યારે તો હજી સુધી આ બીમારીની શોધ થઇ નથી, બસ આ બીમારીમાં બાળકોની સ્કીન પર મરહમ અને લોશન લગાવી શકાય છે. આ બીમારીમાં બાળકોને શ્વાસ લેવામાં પરેશાની થાય છે, અણી સિવાય ધીમે ધીમે બાળકોને સ્કીન એના શરીરમાંથી નીકળતી રહે છે અને એના લીધે એને ખુબ જ દર્દ થાય છે.

 

ઇક્થિયોસીસ બીમારીના લક્ષણ

આ બીમારી થવાના સામાન્ય લક્ષણ છે સુકી કાળી સ્કીન, લાલ સ્કીન, ફરફોલા. એની સિવાય બાળકોની સ્કીન પર થોડી ભૂરા રંગની પોપડી બની જાય છે. આ બીમારીમાં બાળકોની ખાસ કાળજી લેવાની જરૂરત હોય છે કારણકે એમાં ઇન્ફેકશનની સંભાવના વધી જાય છે, એની સાથે બાળકોની ઉંમરની સાથે એમની સ્કીન ધીમે ધીમે નીકળતી જાય છે અને એના લીધે બાળકોને ઘણી તકલીફ સહન કરવી પડે છે.

આ બીમારી વિશે લોકોને જાગરૂક કરવા માટે અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે. આ અભિયાનથી ક્રિકેટર ગૌતમ ગંભીર, બોલીવુડ સ્ટાર વરૂણ ધાવણ અને અભિનેત્રી સોહા અલી ખાન, શ્રીયા શરન અને ગૌરી સાવંત જેવી મશહુર સ્ટાર કૈમ્પનીંગ કરી રહ્યા છે.

આ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ પ્રકારની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી રહી છે અને તમને જણાવી દઈએ કે આ કૈમ્પેન વિક્ડ બ્રાન્ડના વિક્સ ટચ ઓફ કેયર તરફ ચાલુ કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મમાં આ બીમારીથી પીડિત છોકરી વિષે બતાવવામાં આવ્યું છે. આ અભિયાન દુનિયાના લાખો લોકોના દિલને જીતી લેશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!