ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરવા આ કામ, જાણો મૂર્તિ સ્થાપન કરવા માટેનો શુભ સમય..

આ વખતે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 22 ઓગસ્ટનાં રોજ ઉજવવામાં આવશે. દરેક વખતે ગણેશ ચતુર્થી ઘણાં જ હર્ષો ઉલ્લાસ અને બેન્ડ બાજા સાથે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાને કારણે ગણેશ ચતુર્થી ઘરે જ ઉજવવાની રહેશે. ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીને ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે.

image source

ગણેશજીના જન્મોત્સવને ગણેશ ચતુર્થી તરીકે હવે દેશભરમાં ઉજવાય છે. ભક્તો આ પૂજા કરી ધન, ધાન્ય તેમજ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ગણેશ સ્થાપના અને તેમની પૂજાથી ભક્તોને અનેક લાભ થાય છે. ઘણાં લોકો ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશજીની પ્રતિમાનું ઘરમાં સ્થાપન કરે છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે.

આ ઉત્સવ માં છેલ્લા દિવસ સુધી ગણેશજીની પૂજા, ભજન, અખંડ દીવો અને કિર્તન ચાલતુ રહે છે. અનંત ચતુર્દશીનાં દિવસે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવે છે. આ સાથે પ્રાર્થના પણ કરવામાં આવે છે કે તે આવતા વર્ષે જલ્દી જલ્દી આવે. કેટલાક લોકો આ પર્વને એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને 10 દિવસ સુધી ઉજવે છે.

image source

મૂર્તિ સ્થાપનનું શુભ મુહૂર્ત

ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટ 2020 શનિવારના રોજ છે. ગણેશ ચતુર્થીની સાંજે 7.57 કલાક સુધી છે. હસ્ત નક્ષત્ર પણ સાંજે 7.10 કલાક સુધી છે. હિંદુ ધર્મ શાસ્ત પ્રમાણે, ચોઘડિયા, મુહૂર્ત ઘણો શુભ પ્રભાવ આપનારા છે. હિંદુ પંચાગ પ્રમાણે, 22 ઓગસ્ટનાં બપોરે 12. 22 કલાકથી સાંજનાં 4.48 કલાક સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા મુહૂર્ત છે. આમાથી કોઇપણ સમયે તમે ગણેશ ભગવાનની સ્થાપના કરી શકો છો. સારા સમયમાં ગણેશજીની પૂજા કરવી તે હિંદુ સંસ્કૃતિ છે.

image source

હિન્દુ ધર્મ અનુસાર ભાદરવા સુદ પક્ષની ચતુર્થીનાં દિવસે ચંદ્રમાનાં દર્શન ન કરવા જોઇએ. તો દિવસના દર્શનને શુભ માનવામાં નથી આવતા. જો તમારાથી ભૂલથી ચંદ્રનાં દર્શન થઇ જાય છે તો દોષ નિવારણ માટે બીજા દિવસે ગરીબોને ખાવાની સફેદ વસ્તુ દાન કરવી જોઇએ.

image source

ભગવાન ગણેશની મૂર્તિ પાસે જો અંધકાર હોય તો તેમના દર્શન ન કરવા જોઇએ. અંધારામાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થીની પૂજામાં કોઇપણ વ્યક્તિએ વાદળી અને કાળા રંગના કપડા ન પહેરવા જોઇએ. આ પર્વમાં લાલ અને પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.

error: Content is protected !!