વર્ષો થી પૈસા અને સમય ખર્ચી ને જે ના થયું એ અત્યારે થયું, પવિત્રતાની પ્રતીક ગંગા પહોંચી શુદ્ધતાની ટોંચે

”ગંગા” નામ સાંભળતા જ એક પવિત્રતા નો અહેસાસ થાય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગંગા નદી કેટલી પ્રદુષિત હતી.

ગંગા અનેક કારણો લીધે પ્રદુષિત થઇ રહી હતી જેમ કે પ્રદુષિત પાણી છોડવું, નદીમાં કચરો નાખવો તેમજ નદી ના કિનારે કન્સ્ટ્રકશન મટીરીયલ નો ઢગલો થતો હતો. આ દરેક વસ્તુઓ પર છાશવારે નિયંત્રણ મુકવામાં આવેલ છતાં પણ ગંગા નદી ની હાલત માં ખાસ્સો કોઈ સુધારો દેખાઈ નહોતો રહ્યો.

જયારે માણસ દરેક ઉપાય અજમાવી હારી ગયો ત્યારે અત્યારે અનાયાસે લોકડાઉન ના કારણે વગર કોઈ ખર્ચ કર્યે કે કોઈ પ્રતિબંધ લગાવ્યે ગંગા સફાઈ થવા માંડી છે. ચાલો જોઈએ શું થયો છે ફેરફાર

  કોરોનાની મહામારી ના લીધે સંપૂર્ણ દેશ લોકડાઉન ભોગવી રહ્યું છે. ત્યાં જ પ્રકૃતિમાં જોવા મળી રહેલો સુધારો અપ્રતિમ છે.આ સુધારા મા જ એક સુધારો જોવા મળ્યો છે ગંગા નદીમાં, જે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર હોવાને લીધે  જ્યાં હંમેશા લોકોની અવરજવર રહેતી હતી. 

વર્ષોથી ભક્તો અહીં દીવડાઓ  પધરાવવા તેમજ સ્નાન કરવા માટે આવી રહ્યા હતા. પરંતુ લોકડાઉન દરમ્યાન ન તો અહીં દિવાની જગમગ છે કે ન તો લોકોની ચહેલ-પહેલ છે, જે પવિત્ર સ્નાન માટે લોકો અહીં આવતા હતા તે હાલ પુરતુ મુલતવી રખાયેલ છે.

 પાણી એટલું સાફ થયું છે કે નદી જમીન નું તળિયું નરી આંખે નજરે ચઢી આવે છે. લોકડાઉન દરમ્યાન વાહન ના ધુમાડા, માર્કેટ,ટ્રેન તેમજ કારખાનાઓ અને ઉદ્યોગો બંધ હોવાને લીધે પ્રદૂષણ નહિવત્ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેના લીધે ગંગાના પાણીમાં ખૂબ જ સુધારો આવ્યો છે. 

 એક્સપર્ટ્સ ના કહેવા મુજબ ગંગાના પાણીમાં ૪૦થી ૫૦ ટકા સુધારો આવ્યો છે. નદીને સાફ કરવા વર્ષોથી યોજના,ધન અને સમયના ખર્ચ છતા ન મળેલું પરિણામ લોકડાઉન દ્વારા મળ્યું છે! 

 તેમજ કોરોના સંક્રમણના લીધે જિલ્લા અધિકારી રવિશંકરે ૨૦ માર્ચથી જ હરિદ્વારની મહાગંગા આરતી પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવ્યો હતો. માટે આરતી નું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. 

 જો આમ જ  લોકડાઉનમા વધારો થશે અને પ્રદૂષણ નહિવત્ રહેશે તો પ્રકૃતિમાં ભારેખમ સુધારો જોવા મળી શકશે

લેખન સંકલન : ગુજ્જુ ગપશપ

error: Content is protected !!