Posted By sejal
શરીર પરના અણગમતા વાળ દુર કરવા માટે આ સરળ પદ્ધતિથી ઘરે જ બનાવો વેક્સ

હાલમાં લોકડાઉન ના કારને દરેક મહિલાઓ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેમાંથી એક છે પોતાના શરીરની કાળજી લેવી. હમણાં બધાજ સલુન અને પાર્લર બંધ હોવાના કારને મહિલાઓ ને તકલીફ થઇ રહી છે ત્યારે આજે અમે ઘરે જ વેક્સ બનાવવા ની એક આસન રીત શીખવીશું જે દરેક મહિલાને ખુબજ ઉપયોગી નીવડશે. તમે ઘરે વેક્સ બનાવી શકો છો. અને લોકડાઉનના ખાલી સમયે વેક્સ કરીને પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો જાણીએ ઘરે વેક્સ બનાવવાની રીત..

image source

ઘર પર વેક્સ બનાવવા માટે એક વાસણમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક ચોથાઇ પાણી નાંખો. તમે ઇચ્છો તો આમાં કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી સુંગધ માટે નાંખી શકો છો. તે પછી પેનને ગેસ પર મૂકી. ગેસ ચાલુ કરો. અને પછી એક મોટી ચમચીથી વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ પણે ઓગળી જાય અને એક ઘટ્ટ સીરપ બની જાય.

image source

હવે કોઇ જૂની જીન્સ પડી હોય તો તેને લાંબા લંબચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો. જ્યારે વેક્સ થોડો ઠંડો થાય તો એક ફ્લેટ ચમચીની મદદથી તેને સાફ સ્ક્રીન પર લગાવો. અને પછી જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વાળને દૂર કરો. પાછળથી તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો. અને વધેલા વેક્સને કાચની બરણીમાં ભરી બીજી વાર માટે ઉપયોગમાં લઇ શકો છો. બીજી વાર વપરાશ કરતા પહેલા તેને ગેસ પર ગરમ કરી લો.

image source

સાથે જ આ વાતોનું પણ ધ્યાન રાખો કે પીરિયડ્સ દરમિયાન સ્ક્રીન ખૂબ જ સેન્સિટિવ થઇ જાય છે. તો આ સમયે વેક્સિંગ કરવાનું ટાળો. વધુમાં વાળીની લંબાઇ સારી હોવી જોઇ. અને વેક્સ પહેલા જો કોઇ ક્રીમ હાથ પર લગાવ્યું હોય તો સાબુ અને પાણીથી હાથ બરાબર સાફ કરી લો. અને તમને પરસેવાની સમસ્યા રહેતી હોય તો તમે વેક્સ પહેલા થોડો પાવડર પણ હાથ પર લગાવી શકો છો. વેક્સ કર્યા પછી ફરી એક વાર ત્વચા સાફ કરી. તેની પર મનગમતો ક્રીમ લગાવવાનું ના ભૂલતા. આનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!