લાંબી બીમારી બાદ એમ્સ માં લીધા છેલ્લા સ્વાસ, નથી રહ્યા ગોલ્ડન બાબા હવે આ દુનિયામાં

પૂર્વ દિલ્લી ના ગાંધીનગર માં રહેતા સુધીર કુમાર મક્કડ ઉર્ફ ગોલ્ડન બાબા નું મંગળ વારે મોદી રાત્રે મૃત્યુ થયેલ છે. બાબા છેલ્લા ઘણા સમય થી બીમાર હતા. અને દિલ્લી ના એમ્સ માં તેમની સારવાર ચાલુ હતી. કિલો માં સોનું પહેરનાર ગોલ્ડન બાબા કાવડ યાત્રા માં ખુબજ ચર્ચા માં રહેતા હાથની દરેક આંગળીઓ માં સોનાની રીંગ પહેરતા. ગાળામાં ઘણા કિલો ની ચેન, બ્રેસલેટ સાથે બાબા સોનાનું જેકેટ પહેરતા.

 

image source

લગ્ઝરી વસ્તુઓ ના શોખીન હતા : છેલ્લી વાર જયારે કાવડ યાત્રા નીકળી હતી ત્યારે ગોલ્ડન બાબા એ ૨૦ કિલો સોનું પહેર્યું હતું. લગ્ઝારી વસ્તુઓ ના શોખીન બાબા ૨૭ લાખ ની રોલેકસ ની ઘડિયાળ પહેરતા અને બી એમ ડબલ્યુ, ફોર્ચ્યુંનાર અને ઓડી જેવી ગાડીઓ રાખતા. મૂળ રૂપથી ગાજીયાબાદ ના રહેવાસી સુધીર મક્કડ ઉર્ફ ગોલ્ડન બાબા સન્યાસ ધારણ કર્યો એ પહેલા દિલ્લી માં કપડા નો વ્યાપાર કરતા. બાબા પર ઘણા અપરાધિક બાબતો પણ થયેલ છે.

 

 image source

પૂર્વ દિલ્લી માં છે આશ્રમ : પૂર્વી દિલ્લી માં ગાંધી નગર સ્થિત બાબા નું આશ્રમ પણ છે. બાબા જયારે પણ કાવડ  યાત્રા પર નીકળતા ત્યારે સોના થી મઢી ને નીકળતા. અને એ દરમિયાન તેમની સાથે ઘણા બોડીગાર્ડ પણ રાખતા. જુના અખાડા સાથે સબંધ ધરાવતા ગોલ્ડન બાબા વિશે કહેવાય છે કે પોતાના પાપો થી બચવા માટે તેઓએ સંત નું બિરુદ મેળવી લીધું હતું. તેઓ એક સમયે હિસ્ટ્રી શીતર હતા. જે કેસો તેમની વિરુદ્ધ માં નોંધાયેલ છે. તેમાં અપહરણ, ધમકી, ફીરોતી, જેવી અન્ય ઘટનાઓ શામિલ છે.

 

image source

લાખો રૂપિયાનો કરતા હતા ખર્ચ : બાબા ના શરીર પર હંમેશા આભુશનો લાગેલા રહેતા કહેવાય છે કે કાવડ યાત્રા પર બાબા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરતા. જયારે પણ કોઈ બાબા ને એ સવાલ કરતા કે આટલા રૂપિયા ક્યાંથી આવે છે તો તેઓ એક જ જવાબ આપતા કે ભોલાનાથ ની કૃપા થી. બાબા નું એક ઘર ગજીયા બાદ ના ઇન્દિરા પૂરમ માં પણ છે. બાબા પહેલા પણ ખુબજ ચર્ચા માં રહેતા અને હાલ મૃત્યુ બાદ પણ તેઓ ખુબજ ચર્ચા માં છે.

error: Content is protected !!