‘કોઈ મિલ ગયા’ ફિલ્મથી હંસિકા મોટવાણી થઇ હતી પ્રખ્યાત, માત્ર ૧૬ વર્ષની ઉંમરે બની અભિનેત્રિ

સીરિયલ ‘શાકા લકા બૂમ બૂમ’ની  હંસિકા મોટવાણીને ઘરે ઘરે ઓળખતા હશે. હંસિકાએ ૨૦૦૧ માં એકતા કપૂર ની સિરિયલ ‘દેસ મેં નિકલા હોગા ચાંદ’ સાથે બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ફિલ્મો તરફ વળી.૯ ઓગસ્ટ ૧૯૯૧ માં મુંબઇમાં હાંસિકા નો જન્મ થયો હતો.  તો ચાલો તેના જન્મદિવસ પ્રસંગે જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો.

image source

હંસિકાના પિતા પ્રદીપ મોટવાણી એક મોટા ઉદ્યોગપતિ છે. જ્યારે માતા ત્વચારોગ વિજ્ઞાની છે.  જોકે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા જેના પછી હંસિકાને તેની માતાએ ઉછેરી.હંસિકાએ પોતાનો અભ્યાસ મુંબઈની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. હંસિકાએ ટીવી સિરિયલો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘સોન પરી’, ‘કરિશ્મા કા કરિશ્મા’માં કામ કર્યું હતું. ઘણી ટીવી સિરિયલ પછી હંસિકાએ  સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું.૧૫ વર્ષની ઉંમરે તેણે દિગ્દર્શક પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘દેસમદુરુ’ કરી.આ પછી હંસિકાની ફેન ફોલોઇંગમાં ઘણો વધારો થયો હતો.તેણે સાઉથ માં એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી.

image source

વર્ષ ૨૦૦૩ માં હંસિકાએ ઋત્વિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં કામ કર્યું હતું.ફિલ્મમાં હંસિકા બાળ કલાકાર તરીકે દેખાઇ હતી.ચાર વર્ષ પછી ૨૦૦૭ હંસિકા હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપકા સુરુર’માં જોવા મળી હતી.આમાં તે મુખ્ય અભિનેત્રી હતી. તે સમયે હંસિકાની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. જ્યારે તે તેની ઉંમરથી ઘણી મોટી લાગતી હતી. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

image source

બોલિવૂડ માં હંસિકાની બીજી ફિલ્મ ૨૦૦૮ માં રિલીઝ થયેલી ‘મની હૈ તો હની હૈ’ હતી. આ પછી હંસિકા કોઈ હિન્દી ફિલ્મમાં જોવા મળી નહોતી.  બોલિવૂડમાં કોઈ ખાસ સફળતા ન મળતા તે દક્ષિણ તરફ વળી. આજે તેણીની ગણતરી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓમાં થાય છે.

image source

૯ ઓગસ્ટ 1991 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં જન્મેલ છે હંસિકા. એક બાળ કલાકાર તરીકે દૂરદર્શનના પ્રખ્યાત ટીવી શો શકા લકા બૂમ બૂમથી તરીકે તેણિની કારકિર્દીની શરૂઆત કરનાર હંસિકાએ પણ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં કામ કર્યું હતું. હંસિકા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કોઈ મિલી ગયા ફિલ્મમાં પણ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે હંસિકાએ અભિનયની શરૂઆત તમિલ સિનેમા ફિલ્મ દેસમુદુરુથી અલ્લુ અર્જુનની વિરુદ્ધ કરી હતી, જેના માટે તેણીને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો, જ્યારે હિન્દી સિનેમામાં હંસિકાએ હિમેશ રેશમિયા સાથે ફિલ્મ આપ કા સુરુર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તે સમયે હંસિકા માત્ર ૧૬ વર્ષની હતી. હંસિકા વિશે સમાચાર આવ્યા હતા કે તેના ચહેરા પર સર્જરી કરાઈ છે. જે બાદ હંસિકાએ એક ઇન્ટરવ્યુમાં આ બાબતને કોરી અફવા ગણાવી હતી.

error: Content is protected !!