હનુમાન ચાલીસા વાંચવાની આ ગુપ્ત રીતથી દુર થાય છે દરેક સમસ્યા, ચમકી જશે કિસ્મત

હનુમાનજીની પૂજા કરવાથી  કોઈ પણ પ્રકારના  રોગ તમને લાગતા નથી.માનવામાં આવે છે કે  હનુમાનજીની પૂજા જે લોકો કરે તેની રક્ષા પોતે હનુમાનજી કરે છે. હનુમાનજી ને મંગળવારનો દિવસ સમર્પિત છે. જો આ દિવસે હનુમાનજી ની પૂજા કરવામાં આવે,તો જીવનમાં દરેક અવરોધો દૂર થઇ જાય છે.હનુમાનની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાના પાઠ પણ જરૂર કરવા જોઈએ.આજે અમે તમને આવી સરળ યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ,જે અંતર્ગત જો તમે મંગળવારે હનુમાન ચાલીસા વાંચશો, તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

image source

મંગળવારના દિવસે આ રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ –

૧. હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે તમારી સાથે નાળિયેર અને સિંદૂર રાખો. પાઠ શરૂ કરતા પહેલાં દીવો પ્રગટાવો. ત્યારબાદ નાળિયેર અને સિંદૂર ને ભગવાન હનુમાનજી ને અર્પિત કરી દયો. મંગળવારે તમે આ પાઠ ઓછામાં ઓછું ૧૧ વાર વાંચો. તમારી સમસ્યા હલ થઇ જશે. જો સમસ્યામાં ઘણો વધારો થયો છે તો તમારે પાઠ ૧૦૮ વાર વાંચવું જોઈએ.

૨. પૈસાને લઈને જો કોઈ સમસ્યા હોય તો આ યુક્તિ કરો. આ અંતર્ગત તમે મંગળવારના દિવસે ચંદને કેળાના ઝાડ પર બાંધી દયો. તેને બાંધવા માટે ફક્ત પીળા દોરોનો ઉપયોગ કરો. આ ઉપાય કર્યા પછી મંદિર જઈને હનુમાન ચાલીસાના પાઠ પણ જરૂર કરો.આ ઉપાય ફક્ત મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતિના દિવસે જ કરો.

image source

૩. શાસ્ત્રો અનુસાર હનુમાનજી શિવજી નો એક ભાગ છે અને આ તેમનો ૧૧ મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. તેથી,મંગળવારે તમે હનુમાન ચાલીસાની વાંચ્યા પછી શિવની પૂજા પણ કરવી જોઈએ.

૪. એક ચોકી પર તમે લાલ અથવા પીળો રંગનુ કાપડ મૂકો.આ પછી તમે તેના પર હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. હવે તમે ૫ લવિંગ લઈલો અને દેશી કપૂરમાં નાખો. આ કપૂર સળગાવી દો અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો.આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૧૧ વાર હનુમાન ચાલીસાના પાઠ કરો.આ ઉપાય કરવાથી તમને જે જોઈએ છે તે પ્રાપ્ત થઈ જશે.  જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જાવ છો. તો કપાળ પર દેશી કપૂરનું ભસ્મ લગાવી દો.કામ પૂર્ણ થઈ જશે.

error: Content is protected !!