જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને મોટી આગાહી,

ઘણા દિવસોથી નિયમિત વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા.  કોરોના વાયરસે પહેલાથી જ દુનિયાને હચમચાવી દીધી છે, તો એવામાં આ વાવાઝોડું મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. હાલમાં જ ગુજરાતને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે. જેમાં વરસાદ અને વાવાઝોડા વિષે જણાવવામાં આવ્યું છે.

image source

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસ અંગે મહત્વની આગાહી કરી હતી. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. ૨૯-૩૦ જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ૪ થી ૭ જુલાઈ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

૪ થી ૭ જુલાઈએ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૭ જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થશે. જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૩૦ મી જૂનના રોજ એટલે કે આજે વરસાદની આગાહી છે આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. આગામી ૪ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

image source

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ, દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. ૩૦ જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

 

image source

આવતા અઠવાડિયા સુધી જિલ્લાનું હવામાન શરૂઆતના બે-ત્રણ દિવસ સુકું રહેશે ત્યારબાદ છુટાછવાયા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રવિવારે કંડલા પોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો ૩૮.૯  ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને લોકોએ ભારે ગરમી અનુભવી હતી.

હાલમાં રાજ્યના અન્યભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છમાં વાતવરણ સુકું રહેવાની આગાહી છે. શરૂઆતમાં વરસાદ થયા બાદ લોકોને અપેક્ષા હતી કે આગાહી મુજબ ઝાપટાઓ કચ્છમાં ચાલુ રહેશે અને ચોમાસુ જમાવટ કરશે પણ એમ થયું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!