Posted By Admin
શા માટે નાની ઉંમરમાં જ આવે છે હાર્ટ અટેક, આ છે તેના કારણો અને ઇલાજ

આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકો અને પ્રકારની બિમારીથી પીડાતા હોય છે, અને તેમાં પણ જો સૌથી વધુ કોઈ બીમારી લોકોને થતી હોય તો તે છે હાર્ટ એટેક ની સમસ્યા. આજે મોટાભાગના લોકો હાર્ટ-અટૅકની સમસ્યાથી પીડાતા હોય છે. પહેલાના સમયમાં મોટી ઉંમરના લોકોને સામાન્ય રીતે હાર્ટ અટેક ની સમસ્યા થતી હતી. પરંતુ આજના સમયમાં તો નાના નાના બાળકોથી માંડી અને યુવાન અવસ્થા ના લોકોને પણ હાર્ટ એટેક ની સમસ્યા ઉત્પન્ન થવા લાગી છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ શા માટે યુવાવસ્થાની અંદર જ લોકોને હાર્ટ અટેક ની સમસ્યા આવી જાય છે.

 

યુવાનીમાં હાર્ટ એટેક આવવાના કારણો

  • સામાન્ય રીતે ઘણી વખત હાર્ટ એટેક ની સમસ્યા વારસાગત હોય છે અને બાળક ને આ સમસ્યા તેના પિતા તરફથી વારસામાં મળેલી હોય છે.

 

  • જો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવામાં નો આવે અને યોગ્ય રીતે ભોજન જમવા માં નો આવે તો તેના કારણે પણ નાની ઉંમરે જ હાર્ટ-અટૅકની સંભાવના વધી જાય છે.

  • વધુ પડતી સિગરેટ અને તમાકુ નું સેવન હાર્ટ એટેક ની સમસ્યા ને નોતરું આપી શકે છે.

  • જો તમારા શરીરનું વજન જરૂરિયાત કરતાં વધુ માત્રામાં વધી ગયું હોય તો તેના કારણે પણ તમારા શરીરની અમુક નશો બ્લોક થઇ જાય છે, અને આથી જ હાર્ટ અટેક ની સમસ્યા વધી જાય છે.

 

  • સામાન્ય રીતે ૭૦ ટકા લોકોના કિસ્સામાં માનસિક તણાવ હાર્ટ અટેક પાછળનું મુખ્ય કારણ સાબિત થાય છે.

 

આ રીતે કરો ઉપાય

 

  • જો આપણા ઘરમાં કોઇ પણ વડીલોને એટલે કે તમારા માતા-પિતા અથવા તો દાદા-દાદીને હાર્ટ એટેક ની સમસ્યા હોય તો આપના 30 વર્ષ બાદ નિયમિત રીતે આપણી તપાસ કરાવવી જોઈએ, અને સાથે-સાથે ડોક્ટરની યોગ્ય સલાહ લઈ અને તે પ્રમાણે આપણું routine બદલાવવું જોઈએ.

  • હાર્ટ એટેક ની સમસ્યા થવા પાછળનું કારણ ખાવાપીવાની અનિયમિતતા પણ છે. આથી જ હંમેશાં એ માટે ભોજનની અંદર નિયમિતતા રાખો અને સાથે-સાથે બને ત્યાં સુધી જંકફૂડ, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળો ખોરાક અવોઇડ કરો. બને ત્યાં સુધી પ્રોટીન અને ફાઇબર વાળા ખોરાકનું સેવન કરવાથી હાર્ટ અટેકની સમસ્યા ઓછી થઈ શકે છે.

 

  • જો તમને સિગરેટ અથવા તો તમાકુ ખાવાની ટેવ પડી ગઈ હોય તો તેને છોડી દો. કેમ કે, આ બન્ને વસ્તુ હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ છે.

 

  • ક્યારેય પણ માનસિક તણાવ ઉત્પન્ન ન થવા દેવું જોઈએ કેમ કે મોટા ભાગના કિસ્સાની અંદર માનસિક તણાવ જ હાર્ટ અટેક પાછળનું મુખ્ય કારણ બની રહે છે.

  • જો સવારમાં સમય મળે તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ યોગ અને મેડિટેશન નો ઉપયોગ કરવો જોઈએ.

 

  • જો તમે વેપાર-ધંધા માટે અથવા તો નોકરી કરવા માટે તમારા પરિવારથી અલગ રહેતા હોય હમેશાં ને માટે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે રહો અને માનસિક તણાવને બને તેટલો ઓછો રાખો. આમ કરવાથી તમને હાર્ટ એટેક ની સમસ્યા નહીં થાય.

  • જો તમને અથવા તો તમારા આસપાસના કોઈપણ વ્યક્તિને હાર્ટ અટેકનો કોઈપણ ચિહ્નો દેખાય તો તરત જ તેને નજીકના hospital ની અંદર લઈ જાઓ, અને યોગ્ય સલાહ લઈ ને ત્યાર બાદ તેની આગળ સારવાર કરો.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!