ભાડા ના મકાન માં રહેતા હોય તો આવી રીતે વાસ્તુદોષ દૂર કરો… ખૂબ જલ્દી બનશો એક ઘર ના મલિક

મોટેભાગે લોકો નોકરી અથવા અભ્યાસ માટે ઘરથી દૂર ભાડાના મકાનોમાં રહે છે. ભાડાના મકાનમાં આમ તો કોઈ ફેરફાર ન કરી શકાય. પરંતુ તેને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બદલીને તમારા માટે શુભ બનાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સજાવટ અને પૂજા ઘરની પણ સંપત્તિમાં બરકત પર પ્રભાવ પડે છે. જ્યારે વાસ્તુનું જ્ઞાન ન હોય ત્યારે લોકો ઘરની સજાવટ પર વધારે ધ્યાન આપતા નથી. જેના કારણે તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડે છે.

image source

જે લોકો ભાડાના મકાનમાં રહે છે. ત્યાં જો કોઈ વાસ્તુદોષ હોય તો તેઓ આર્થિક રીતે આગળ આવી શકતા નથી. તથા પોતાનું ઘર બનાવવાનું સપનુ, સપનુ જ રહી જાય છે. ઘરનું યોગ્ય વાસ્તુ આપણી આવક વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો તમે લાંબા સમય સુધી ફ્લેટમાં કે ભાડાના મકાનમાં રહેતા હોવ તો મકાન માલિકની વગર અનુમતિએ મકાનમાં કોઈપણ ફેરફાર કરી શકાતો નથી. એવા ઘરોમાં મોટાભાગે વાસ્તુદોષની ખામીઓ રહેતી હોય છે.

image source

વાસ્તુ અનુસાર બનેલા ઘરમાં ભાડુઆત પણ સુખી અને સમ્પન્ન અને ધનવાન રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે, તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ ન રહે. તો આ નાની-નાની વાતોનું ધ્યાન રાખી ભાડાના મકાનમાં રહીને પણ વાસ્તુદોષ દૂર કરી શકાય છે. વાસ્તુદોષ દૂર થયા પછી તમારા પરિવારની આવકમાં વધારો થશે અને રૂપિયાની તંગી નહીં રહે.

image source
  • ઘરના ઉત્તર-પૂર્વનો ભાગ ખાલી રાખો.
  • ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશાના ભાગમાં વધુ ભાર કે સામાન ન રાખો.
  • ઘરમાં પાણીનો સપ્લાય ઉત્તર-પૂર્વ દિશા લો.
  • બેડરૂમમાં પલંગનો માથાનો ભાગ દક્ષિણ દિશામાં રાખો અને સૂતી વખતે માથુ દક્ષિણ દિશામાં તથા પગ ઉત્તર દિશામાં રાખો. જો એવું શક્ય ન હોય તો પશ્ચિમ દિશામાં માથુ રાખીને સૂઈ સકો છો.

image source
  • જમવાનું હંમેશા દક્ષિણ-પૂર્વમાં મો કરીને જ જમો.
  • તમારી આવક ઘણી હદે એ વાત ઉપર નિર્ભર કરે છે કે ઘરમાં ભગવાનનું સ્થાન ક્યાં છે, વાસ્તુ પ્રમાણે ભગવાન માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ રહે છે. આ દિશામાં મંદિર સ્થાપિત કરો. જો મંદિર કોઈ બીજા દિશામાં હોય તો પાણી પીતી વખતે મોં ઇશાન ખૂણા અર્થાત્ ઉત્તર-પૂર્વ તરફ રાખો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!