Posted By Admin
ઇશાન દિશામાં ન રાખો આ વસ્તુઓ, નહીંતર થશે બરબાદી

બધી દિશાઓમાં સૌથી ઉતમ છે ઉતર દિશા. ઉતર દિશા સૌથી શુભ માનવામાં આવી છે. ઉતર દિશામાં બધી દેવી અને દેવતાઓનો વાસ હોય છે. જો તમે તમારૂ ઘર બનાવી રહ્યા છો અથવા ખરીદી રહ્યા છો તો નિશ્ચિત જ તમારે ઉતર દિશાનું મહત્વને સમજવું જોઈએ.

કોને કહે છે ઇશાન દિશા અને કેમ?

પૂર્વ અને ઉતર દિશા જ્યાં મળે છે એ સ્થાનને ઇશાન દિશા કહેવાય છે. વાસ્તુ અનુસર ઘરમાં આ સ્થાનને ઇશાન ખૂણો કહેવાય છે. ભગવાન શિવનું એક નામ ઇશાન પણ છે. ત્યારથી ભગવાન શિવનું આધિપત્ય ઉતર-પૂર્વ દિશા માં હોય છે તેથી આ દિશાને ઇશાન ખૂણો કહેવામાં આવે છે. આ દિશાને સ્વામી ગ્રહ બૃહસ્પતિ અને કેતુ માનવામાં આવ્યા છે.

શું હોવું જોઈએ ઉતર માં?

ઘરે, શહેર અને શરીરનો ઇશાન હિસ્સો સૌથી પવિત્ર હોય છે તેથી આને સાફ-સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ. અહિયાં જળની સ્થાપના કરવામાં આવે છે જેમ કુવા, બોર, મટકા અથવા પછી પીવાના પાણીનું સ્થાન. આની સિવાય આ સ્થાન ને પૂજાનું સ્થાન પણ બનાવી શકાય છે. ઘરનો મુખ્ય દ્વાર આ દિશા માં હોવો એ વસ્તુની દ્રષ્ટિથી ખુવ શુભ માનવામાં આવે છે.

શું થવું ન જોઈએ ઉતર દિશા માં?

આ સ્થાન પર કચરો, સ્ટોર, બાથરૂમ, રસોડું વગેરે બનાવવું, લોખંડનો કોઈ ભારે સામાન રાખવો ન જોઈએ. એનાથી ધન-સંપતિ નો નાશ અને દુર્ભાગ્યનું નિર્માણ થાય છે. આવું કરવાથી તમે બરબાદીના દરવાજા ખોલી દેશો.

અન્ય દિશાઓમાં શું હોવું જોઈએ?

પૂર્વ: આ દિશામાં દરવાજા પર મંગળકારી તોરણ લગાવવું શુભ હોય છે. ગૃહસ્વામીની લાંબી ઉમર તેમજ સંતાન સુખ માટે ઘરનો પ્રવેશ દ્વાર તેમજ બારી આ દિશા માં હોય તો શુબ માનવામાં આવે છે.

અગ્નિ: પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશાને અગ્નિ કોણ કહે છે. આ દિશામાં રસોડું, ગેસ, બોઈલર, ટ્રાન્સફોર્મર વગેરે હોવું જોઈએ.

દક્ષિણ: દક્ષિણ દિશામાં કોઈ પણ પ્રકારની ખુલ્લી જગ્યા અથવા શૌચાલય વગરે ન હોવું જોઈએ. આ દિશાની ભૂમિ પણ તુલનાત્મક રૂપથી ઉંચી હોવી જોઈએ. આ દિશાની ભૂમિ પર ભર રાખવાથું ગૃહસ્વામી સુખી, સમૃદ્ધ તેમજ નીરોગી હોય છે. ધનને પણ આ દિશામાં રાખવાથી એમાં વધારો થાય છે.

દક્ષિણ-પશ્ચિમ: દક્ષિણ-પશ્ચિમની વચ્ચેને નૈઋત્ય દિશા કહેવાય છે. આ દિશામાં ખુલ્લી જગ્યા એટલે કે બારી, દરવાજા બિલકુલ પણ હોવા ન જોઈએ. ગૃહસ્વામીનો રૂમ આ દિશામાં હોવો જોઈએ. કેશ કાઉન્ટર, મશીનો વગેરે તમે આ દિશામાં રાખી શકો છો.

પશ્ચિમ: આ દિશાની ભૂમિને તુલનાત્મક રૂપથી ઊંચું હોવું એ તમારી સફળતા તેમજ
કીર્તિ માટે શુભ નિશાની છે. તમારું રસોડું અથવા બાથરૂમ આ દિશામાં ર્કાહી શકો છો,
બંને એક સાથે નહિ થાય એનું ધ્યાન રાખો.

ઉતર-પશ્ચિમ:

ઉતર-પશ્ચિમની વચ્ચેની વાયવ્ય દિશા હોય
છે. જો તમારા ઘરમાં નોકર છે તો એનો રૂમ પણ આ દિશામાં હોવો જોઈએ. આ દિશામાં તમારો
બેડરૂમ, ગેરેજ, ગૌશાળા વગેરે હોવું જોઈએ.

ઉતર: આ દિશામાં ઘરના સૌથી વધારે બારી અને દરવાજા હોવા જોઈએ. ઘરની બાલકની
તેમજ વોશ બેસીન પણ આ દિશામાં હોવું જોઈએ. આ દિશામાં જો વાસ્તુદોષ થવા પર ધનનું
નુકશાન તેમજ કરીઅરમાં બાધાઓ આવે છે.

ઘરની
અંદર કઈ દિશામાં શું હોઈ?

ઉતર: આ દિશા માં બારી, દરવાજા, ઘરની બાલકની
હોવી જોઈએ.

દક્ષિણ : આ દિશામાં ઘરનો ભારે સામાન રાખો.

પૂર્વ : જો ઘરનો દરવાજો આ દિશામાં છે તો ઉત્તમ છે. એન બારી પણ રાખી શકો છો.

પશ્ચિમ : રસોઈઘર અથવા બાથરૂમ આ દિશામાં હોવા જોઈએ. રસોડું અને બાથરૂમ આજુબાજુ
ન હોવું જોઈએ.

ઇશાન : આ દિશામાં બોર, પંડેરી, સ્વીમીંગ પુલ, મંદિર અથવા ઘરનો મુખ્ય દરવાજો
હોવો જોઈએ.

વાયવ્ય :  આ દિશામાં તમારો બેડરૂમ.
ગેરેજ, ગૌશાળા વગેરે હોવું જોઈએ.

અગ્નિ : આ દિશામાં ગેસ, બોઈલર, ટ્રાન્સફોર્મર વગેરે હોવું જોઈએ.

નૈઋત્ય : આ દિશામાં ઘરના મુખ્ય હોલ અહિયાં બનાવી શકો છો. કેશ કાઉન્ટર, મશીનો વગેરે તમે આ દિશામાં રાખી શકો છો.

error: Content is protected !!